ટિમ ઇન્ડિયા પર WTC ની લટકતી તલવાર! ફાઇનલમાં પોંહચવા માટે આ ટીમને જીતાડવી પડશે નહિતર….

અહીં થી શેર કરો

શ્રીલંકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે સ્ટેમિના બતાવતી જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 355 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 162 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. શ્રીલંકાના શાનદાર પ્રદર્શન પર ચાહકો ટ્વિટર પર ઉગ્ર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ કેપ્ટન દિમુથ કરુણારત્નેના 50 રન અને કુસલ મેન્ડિસના 87 રનની ઈનિંગના આધારે પ્રથમ દાવમાં 355 રન બનાવ્યા હતા. જે બાદ પ્રથમ દાવમાં બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમને શરૂઆતી ઝટકો લાગ્યો હતો. અસિથા ફર્નાન્ડોએ ડેવોન કોનવેને 30 રન પર આઉટ કરીને શ્રીલંકાને પ્રથમ સફળતા અપાવી હતી.

પરંતુ થોડા સમય બાદ છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારનાર ખેલાડી કેન વિલિયમસન 1 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. ન્યુઝીલેન્ડે બીજા દિવસના અંતે માત્ર 162 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. માઈકલ બ્રેસવેલ 9 રને અને ડેરીલ મિશેલ 40 રને ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડ હાલમાં 193 રનથી પાછળ છે.

ન્યૂઝીલેન્ડને મેચમાં ટકી રહેવા માટે બંને ખેલાડીઓએ ત્રીજા દિવસે શાનદાર ભાગીદારી રમવી પડશે. દરમિયાન, બીજા દિવસે શ્રીલંકાના શાનદાર પ્રદર્શન બાદ ચાહકો સોશિયલ મીડિયા પર શ્રીલંકાના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે જો શ્રીલંકા આ મેચમાં આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *