ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અગ્રતા ક્રમે રહ્યો આ ખતરનાક ખિલાડી! જાણી લ્યો કોણ છે?

અહીં થી શેર કરો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 અંતર્ગત હવે માત્ર બે મેચ જ રમવાની બાકી છે. એક મેચ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવાની છે જ્યારે બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ WTCની ફાઇનલ મેચ હશે, જે 7 જૂનથી લંડનના ‘ધ ઓવલ’ ખાતે શરૂ થશે. એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, આ ચેમ્પિયનશિપમાં બેટ્સમેન તરીકે કોણે રંગ ફેલાવ્યો, જાણો અહીં…

આ વખતે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 22 મેચની 40 ઇનિંગ્સમાં 1915 રન બનાવ્યા છે. આ દરમિયાન રૂટે 53.19ની એવરેજથી સ્કોર કર્યો. રૂટે આ ચેમ્પિયનશિપ હેઠળ રમાયેલી મેચોમાં 8 સદી અને 6 અડધી સદી પણ ફટકારી છે.

ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા WTCમાં જો રૂટ પછી બીજા નંબર પર છે. ખ્વાજાએ 16 મેચની 28 ઇનિંગ્સમાં 69.91ની એવરેજથી 1608 રન બનાવ્યા હતા. ખ્વાજા અહીં જો રૂટને હરાવી શકે છે પરંતુ આ માટે તેણે WTC ફાઇનલમાં 308 રન બનાવવા પડશે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *