વિરાટ કોહલી આઉટ થયા બાદ સૌનું દિલ જીતી લે એવુ કામ કર્યું! જુઓ શું કર્યું….
ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો પ્રથમ વનડેમાં આમને-સામને છે. શ્રેણીની આ પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હાર્દિક પંડ્યા પ્રથમ વખત ODIમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે.કારણ કે પ્રથમ ODIમાં ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર મેચમાં નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની કમાન અનુભવી સ્ટીવ સ્મિથના હાથમાં છે.
સ્મિથે અગાઉ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ કાંગારૂ ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટ્રેવિસ હેડ પાંચ રન બનાવીને સિરાજનો શિકાર બન્યો હતો. આ પછી મિચેલ માર્શ અને કેપ્ટન સ્ટીવ સ્મિથે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. સ્મિથને હાર્દિક પંડ્યાએ વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 22 રન બનાવી શક્યો હતો. તે 65 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 81 રનની ધમાકેદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
એકંદરે કાંગારૂ બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયાને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાએ આ રનનો પીછો કરવાની શરૂઆત કરી તો શરૂઆત સારી રહી ન હતી. આ દરમિયાન જ્યારે બેટિંગ કરવા આવેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીને મિચેલ માર્શે આઉટ કર્યો ત્યારે તેણે અન્ય ખેલાડીઓની જેમ અમ્પાયરના નિર્ણયની રાહ જોઈ નહીં અને કોહલી મેદાનની બહાર નીકળી ગયો. કારણ કે વિરાટ જાણતો હતો કે તે આઉટ થઈ ગયો છે. તેની ઈમાનદારી જોઈને ફેન્સ પણ ઘણા ખુશ છે.