શું તમે જાણો છો? વિરાટ કોહલીને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુકવાના મળે છે આટલા કરોડો રૂપિયા, ખરેખર ચોંકાવી દેતો આંકડો છે….
ક્રિકેટ સિવાય વિરાટ પાસે કમાણી કરવાના બીજા પણ ઘણા રસ્તા છે. આમાંથી એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છે. રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીમાં જન્મેલા આ ડેશિંગ બેટ્સમેન ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓમાં થાય છે. ક્રિકેટ સિવાય વિરાટ પાસે કમાણી કરવાના બીજા પણ ઘણા રસ્તા છે. આમાંથી એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છે. રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીમાં જન્મેલા આ ડેશિંગ બેટ્સમેન ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે.
જ્યારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દીઠ પૈસા કમાવવાની વાત આવે છે, ત્યારે હોપર ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ અનુસાર કોહલી વર્ષ 2021માં નંબર વન ભારતીય સેલિબ્રિટી છે. વિશ્વભરમાં વાત કરવામાં આવે તો કોહલી 19માં સ્થાને છે. ટેસ્ટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન કોહલી, Instagram પર એક પોસ્ટ માટે $680,000 ચાર્જ કરે છે.