ઘણાં સમય પછી વિરાટ કોહલીની બેટિંગ બોલી! ઓસ્ટ્રેલિયા સામે આટલા રન મર્યા, શું સદી થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટનો ત્રીજો દિવસ શનિવારે રમાશે. તે જ સમયે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજા દિવસના અંતે રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જ્યારે ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ છે. જ્યારે મુલાકાતી ટીમે પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતની બેટિંગ અત્યાર સુધી સારી દેખાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માના વહેલા આઉટ થયા બાદ શુભમન ગિલે સદી ફટકારી હતી. ચેતેશ્વર પુજારા 42 રન બનાવીને આઉટ થયો હતો અને હવે વિરાટ કોહલી પણ 42 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
નાથન લિયોનના હાથે આઉટ થયા બાદ શુભમન ગિલ પોતાની ટેસ્ટ કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ રમીને પરત ફર્યો હતો. આઉટ થતા પહેલા તેણે 235 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 128 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલની સદી બાદ ભારતીય ટીમે ચેતેશ્વર પૂજારાની વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલીએ મેદાન સંભાળ્યું હતું. ટીમનો સ્કોર 220 રનને પાર કરી ગયો છે.
અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ટી બ્રેક સુધી ભારતે 2 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા છે. શુભમન ગિલ (103) અને વિરાટ કોહલી (0) અણનમ છે. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 292 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ બીજી વિકેટ લીધી હતી. તેણે ચેતેશ્વર પૂજારાને આઉટ કર્યો હતો.
શુભમન ગીલે પોતાની સદી પૂરી કરી લીધી છે. ટોડ મર્ફીના બોલને શોર્ટ ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકારીને ગિલે તેની બીજી ટેસ્ટ સદી ફટકારી હતીરોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ ખીંટી દાટી દીધી છે. બંનેએ બીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી નોંધાવી છે.
અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત પ્રથમ દાવમાં 150 રનની નજીક પહોંચી ગયું છે. શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર ઉભા છે. ગિલે 72 રન બનાવ્યા છે.ભારતે ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ બ્રેક સુધી તેની પ્રથમ ઇનિંગમાં 1 વિકેટના નુકસાન પર 129 રન બનાવ્યા છે. શુભમન ગિલ 65 રન બનાવીને મક્કમ ઉભો છે જ્યારે ચેતેશ્વર પૂજારા 22 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર વિકેટ મેથ્યુ કુહનેમેનના ખાતામાં ગઈ.