ઉમેશ યાદવના ગગનચુંબી સિક્સ પર આવું રિકેશન આપ્યું વિરાટ-રોહિતે! જુઓ આ વિડીયો

અહીં થી શેર કરો

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતનો પ્રથમ દાવ 109 રનમાં સમેટાઈ ગયો હતો. જોકે, મુખ્ય બેટ્સમેનોના આઉટ થયા બાદ ઉમેશ યાદવે બે શાનદાર સિક્સર ફટકારી હતી અને વિરાટ કોહલી અને રોહિત શર્મા તેની બેટિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલરોએ શાનદાર રમત બતાવી હતી. દિવસના પહેલા સેશનમાં જ ઈન્દોરની પીચ સ્પિન બોલરોને ઘણી મદદ કરી રહી હતી અને લંચ સુધીમાં ભારતની 87 રનમાં સાત વિકેટ પડી ગઈ હતી.
ટ્રેન્ડિંગ વિડિઓઝ

બીજા સેશનમાં પણ અશ્વિન ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઉમેશ યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. ઉમેશે 13 બોલમાં 17 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બે સિક્સર અને એક ફોર પણ ફટકારી હતી. ઉમેશ યાદવ નીચલા ક્રમમાં તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આવી સ્થિતિમાં તેની પાસેથી આવી જ બેટિંગની અપેક્ષા રાખવામાં આવી હતી અને તેણે પ્રથમ છગ્ગો ફટકારતા જ વિરાટ કોહલી આનંદથી ઉછળી પડ્યો હતો. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્મા પણ ઉમેશની છગ્ગા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત સારી રહી હતી. રોહિત અને ગિલની જોડીએ પ્રથમ વિકેટ માટે 27 રન જોડ્યા હતા. મોટો શોટ રમવાના પ્રયાસમાં કેપ્ટન રોહિત 12 રનના સ્કોર પર સ્ટમ્પ આઉટ થયો હતો. આ પછી વિકેટોનો ધમધમાટ જોવા મળ્યો હતો. ગિલ 21, પૂજારા એક અને કોહલી 22 રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ભરતની 17 અને અક્ષરની 12 રનની ઇનિંગ્સે ભારતને થોડી સારી સ્થિતિમાં પહોંચાડ્યું. અશ્વિન ત્રણ રન બનાવીને આઉટ થયો હતો અને ઉમેશે 17 રનની ઇનિંગ રમીને ભારતના સ્કોરને 100 રનની પાર પહોંચાડ્યો હતો. સિરાજ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો અને ભારતીય દાવ 109 રનમાં સમેટાઈ ગયો હતો.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *