આઈપીએલમાં સૌથી વધારે સિક્સ લગાવી ચુક્યા છે આ ખિલાડીઓ! બે નામ તો એવા કે જાણી તમે ચૌકી જશો…
વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવાની છે. મેદાન પર ફરી એકવાર T20નો ધૂમ જોવા મળશે. આ લીગમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેશે. શું તમે જાણો છો કે IPLમાં અત્યાર સુધી કયા ખેલાડીએ સૌથી વધુ સિક્સ ફટકારી છે?
આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ 5માં નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરનાર આ અનુભવીએ હવે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેના નામે 223 છગ્ગા છે.
IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની યાદીમાં ચોથા નંબર પર છે. ધોનીએ અત્યાર સુધીમાં 229 સિક્સર ફટકારી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 4 વખત આઈપીએલની ચમકદાર ટ્રોફી જીતી છે.
રેકોર્ડ 5 વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા યાદીમાં ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 240 સિક્સર ફટકારી છે. તે આ યાદીમાં ટોચના ભારતીય ક્રિકેટર છે.
સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક, જેમણે નિવૃત્તિ લઈ લીધી છે તે એબી ડી વિલિયર્સ આ યાદીમાં બીજા નંબરે છે. તેણે પોતાની કારકિર્દીમાં 184 મેચમાં કુલ 251 છગ્ગા ફટકાર્યા હતા. તેણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કપ્તાનીવાળી ટીમ આરસીબીનું પ્રતિનિધિત્વ કર્યું. તે વિરાટના ખૂબ સારા મિત્રોમાંથી એક તરીકે ઓળખાય છે.
ક્રિકેટ જગતમાં ‘યુનિવર્સ બોસ’ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલ આ યાદીમાં ટોપર છે. તે ઉભા રહીને સિક્સર મારવાની ક્ષમતા ધરાવે છે. તેણે લીગમાં RCB, પંજાબ જેવી ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કર્યું છે. ગેલે લીગમાં સૌથી વધુ 357 સિક્સર ફટકારી છે.