સો વર્ષોથી એક તરફ નમેલું છે આ મંદિર, લોકો માને છે ભગવાન શિવનો ચમત્કાર
વિશ્વની ઘણી ઇમારતો તેમની વાસ્તુકલા અને વિશિષ્ટતાને કારણે લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજે અમે તમને ભારતમાં સ્થિત એક એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વાસ્તુકલાનો અદ્દભૂત નમૂનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર સેંકડો વર્ષોથી એક તરફ 9 ડિગ્રી નમેલું છે આ મંદિર વારાણસીના મણિકર્ણિકા ઘાટમાં આવેલું છે. મંદિરનું નામ રત્નેશ્વર મહાદેવ છે. આ મંદિરની આર્કિટેક્ચર દુનિયાભરના લોકોને આકર્ષે છે.
લોકો તેને પીઝાના મિનાર કરતાં વધુ સારૂ માને છેસેંકડો વર્ષોથી આ મંદિર એક તરફ ઢળતું અને તેના ઐતિહાસિક મહત્વને કારણે પીઝાના ઢળતા મિનારા કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુરાતત્વવિદોનું માનવું છે કે કુદરતી રીતે તે પીઝાના ઢળતા મિનાર કરતાં ઘણું સારું છે. અહીંના લોકો મંદિરને ભગવાન શંકરનો ચમત્કાર કહે છે. તમને જણાવી દઈએ કે જ્યાં એક તરફ વારાણસીના ગંગા ઘાટ પર સ્થિત તમામ મંદિરો ઉપરની તરફ બનેલા છે, તો બીજી તરફ આ મંદિર મણિકર્ણિકા ઘાટની નીચે બનાવવામાં આવ્યું છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગંગા નદીના કિનારે આવેલું આ મંદિર દર વર્ષે છ મહિનાથી વધુ સમય સુધી પાણીમાં ડૂબ્યુ રહે છે. મંદિરમાં માત્ર બે-ત્રણ મહિનાની પૂજા જ થઈ શકે છે. મંદિર વિશે ઘણી કહાનીઓ પ્રચલિત છે. અહીંના લોકો તેમને કાશી કરવત પણ કહે છે. કેટલાક લોકો માને છે કે કોઈએ પોતાની માતાના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે રત્નેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું હતું. જોકે, આ મંદિરની કુટિલતાને કારણે તે માતાના ઋણમાંથી મુક્ત થઈ શક્યો નહીં.
મહારાણી અહિલ્યાબાઈ હોલકરે આપ્યો હતો ‘શ્રાપ’એવું પણ કહેવાય છે કે રાણી અહિલ્યાબાઈ હોલકરની દાસી ‘રત્નાબાઈ’એ કાશીમાં મણિકર્ણિકા ઘાટની સામે ભગવાન શંકરનું મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે નોકરાણીએ અહિલ્યાબાઈ હોલકર પાસેથી પૈસા ઉછીના લીધા હતા. આ મંદિર જોઈને અહિલ્યાબાઈ હોલકર ખૂબ જ પ્રસન્ન થયા હતાં.
જો કે તેણે તેની દાસીને મંદિરમાં તેનું નામ ન આપવા કહ્યું, પરંતુ તેની દાસીએ અહિલ્યાબાઈની વાત સાંભળી નહીં. નોકરાણીએ તેના નામ પરથી મંદિરનું નામ ‘રત્નેશ્વર મહાદેવ મંદિર’ રાખ્યું હતું. આનાથી ગુસ્સે થઈને અહિલ્યાબાઈ હોલકરે શ્રાપ આપ્યો કે મંદિરમાં બહુ ઓછી પૂજા થઈ શકશે. એવું માનવામાં આવે છે કે આ કારણથી મંદિર મોટાભાગે પાણીમાં ડૂબ્યુ રહે છે.