ભારત માટે આવી આ મોટી ખુશખબરી! જાણીને તમે પણ કેશો ‘વાહ વાહ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બે મેચ હારી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે હવે કંઈ સારું થઈ રહ્યું નથી. એવા અહેવાલો છે કે ત્રીજી ટેસ્ટ પહેલા જ ઘણા ખેલાડીઓએ પોતાના વતન પરત ફરવાનો માર્ગ અપનાવ્યો છે.
ટીમના કેપ્ટન પીટ કમિસ પરિવારમાં બીમારીના કારણે ઘરે પરત ફર્યા છે.તો હવે ડેવિડ વોર્નર, લાન્સ મોરિસ, એશ્ટન અગર પણ પોતાના ઘરે પરત ફર્યા છે. મળતી માહિતી મુજબ, ડેવિડ વોર્નર તેની કોણીની ઈજાને કારણે ચાલ્યો ગયો છે,
જ્યારે જોશ હેઝલવુડ અનફિટ હોવાને કારણે આ સમગ્ર પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.આ સાથે ડાબોડી સ્પિનર એશ્ટન અગર પણ સ્વદેશ પરત ફરી રહ્યો છે. તે જ સમયે, ટોડ મર્ફીએ સાઇડ સ્ટ્રેનને કારણે વાપસી કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની અડધાથી વધુ ટીમ ત્રીજી મેચ પહેલા જ પરત ફરી ચૂકી છે.