ટિમ ઇન્ડિયાએ રચી દીધો આ મોટો ઇતિહાસ! જાણીને તમારી છાતી ગર્વથી ગદગદી ઉઠશે…. જાણો
ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. ICC દ્વારા બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની ગઈ છે. હાલમાં T20, ODI અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે. ICCની તાજેતરની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ, ODI અને T20માં નંબર વન બની ગઈ છે.
આ પ્રથમ વખત છે જ્યારે ભારત રમતના ત્રણેય ફોર્મેટમાં પ્રથમ સ્થાને છે.ICCની તાજેતરની રેન્કિંગ દર બુધવારે જાહેર કરવામાં આવે છે. નાગપુર ટેસ્ટ સમાપ્ત થયા પછી આ પ્રથમ વખત હતો જ્યારે રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું છે,
જેના કારણે ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થયો છે. ટેસ્ટમાં ભારતના 115 રેટિંગ પોઈન્ટ છે.જ્યારે ઓસ્ટ્રેલિયાના 111 રેટિંગ પોઈન્ટ છે. ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે પુરૂષોની ટીમ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 બની હોય.
ઓસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે મોટી જીત મેળવી છે. ભારતે આ મેચ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી હતી. આ જીતનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળ્યો. ઓસ્ટ્રેલિયા પહેલા નંબર વન હતું, પરંતુ હવે ભારત નંબર વન છે.