રોહિત શર્મા સાથે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો આ ઓલરાઉન્ડરે મચાવ્યો તહેલકો! 6666….
હાલમાં ઓપનર રોહિત શર્મા ટીમ ઈન્ડિયા સાથે કેપ્ટન તરીકે રમી રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો છે. આ શ્રેણીની અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે.
આ સીરીઝમાં જ્યાં ટીમ ઈન્ડિયાએ 2 મેચ જીતી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના હાથમાં એક જીત છે. આવી સ્થિતિમાં આ સમયે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. આ દરમિયાન, રોહિત શર્માની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સાથી ક્રિકેટર મેદાનમાં ધૂમ મચાવી રહ્યો છે.
હાલમાં પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) લીગ રમાઈ રહી છે. આ ચાલી રહેલી લીગની એક મેચમાં રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના સાથી ક્રિકેટરે જોરદાર ધૂમ મચાવી છે. અમે અહીં જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ. તે ટિમ ડેવિડ છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ટિમ ડેવિડે પાકિસ્તાન સુપર લીગની મેચમાં 222ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે માત્ર 27 બોલમાં 60 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જો કે તેમ છતાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.