સાઉથ આફ્રિકાની આ મહિલા ક્રિકેટરે પકડ્યો ગજબનો કેચ! પુરુષ ક્રિકેટર પણ ના પકડી શકે… જુઓ વિડીયો
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ વખત ICC મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યાં તેનો સામનો 26 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે થશે. શુક્રવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને છ રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ઈંગ્લેન્ડની ટીમ માત્ર 158 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાની આ જીતમાં તેજમીન બ્રિટ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે મેચમાં ન માત્ર અડધી સદી ફટકારી હતી, પરંતુ ચાર કેચ પણ લીધા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો
છઠ્ઠી ઓવરમાં શબનિમ ઈસ્માઈલના બોલ પર તેજમીન બ્રિટ્સ દ્વારા એલિસા કેપ્સીના કેચની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેજમીન બ્રિટ્સે જમીનથી લગભગ એક ઇંચ પહેલા હવામાં ડાઇવિંગ કરતી વખતે એક હાથથી આ કેચ પકડ્યો હતો.
તેજમીન બ્રિટ્સે પણ ઈંગ્લેન્ડ સામે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 55 બોલમાં 68 રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કરતા તેણે ચાર કેચ પકડ્યા હતા. તેણે ટોચના ચાર બેટ્સમેન ડેનિયલ વ્યાટ, સોફિયા ડંકલી, એલિસા કેપ્સી અને નેટ સીવર બ્રન્ટને પકડ્યા.
જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામે 165 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેમાં આયબોંગા ખાકાની ચાર વિકેટ અને શબનીમ ઈસ્માઈલની ત્રણ વિકેટના કારણે ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં માત્ર 158 રન બનાવી શકી હતી. અયાબોંગા ખાકાએ એક જ ઓવરમાં એમસી જોન્સ સહિત ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 13 રનની જરૂર હતી. શબનિમ ઈસ્માઈલે આ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને કેપ્ટન હિથર નાઈટ (31 રન)ની વિકેટ પણ મેળવી.