બોલિંગમાં તહેલકો મચાવનાર સીરજે જીત્યું સૌનું દિલ! એવુ કામ કર્યું કે જોઈ તમે ‘વાહ વાહ’ કરશો… જુઓ વિડીયો
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો સંઘર્ષ જારી રહ્યો છે. હાલમાં ભારતીય ટીમ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની લીડ લઈને સ્કોર કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કંઈક એવું કર્યું જેના કારણે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે.
વાસ્તવમાં, મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તેની પાછળ બેઠેલા દર્શકો જોરથી સિરાજ-સિરાજની બૂમો પાડી રહ્યા હતા. ત્યારબાદ એક ચાહકે મોહમ્મદ સિરાજ પાસે એનર્જી ડ્રિંકની માંગણી કરી, જેના પર મોહમ્મદ સિરાજે ગ્રાઉન્ડ સ્ટાફ પાસેથી ડ્રિંક લીધું અને પોતે ફેન્સને આપ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#INDvsAUSTest#siraj
Siraj gave energy drink to his fan pic.twitter.com/Vu3VE298z1— 𝐀𝐊𝐀𝐒𝐇 𝐘𝐀𝐃𝐀𝐕 (@Akash_Yadav_18) March 2, 2023
ખાસ વાત એ છે કે મોહમ્મદ સિરાજે તેના ચાહકોને માત્ર ડ્રિંક્સ જ નહીં પરંતુ બાઉન્ડ્રીની બહાર આવીને તેમની સાથે હાથ પણ મિલાવ્યો હતો. જે બાદ દરેક લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. કારણ કે મોહમ્મદ સિરાજે ફિલ્ડિંગ કરતી વખતે પણ ચાહકો પર ધ્યાન આપ્યું હતું. આ દરમિયાન દર્શકો જોર જોરથી સિરાજ-સિરાજની બૂમો પાડતા જોવા મળ્યા હતા.