ભારતની મુશ્કેલ પરિસ્થિતિમાં શુભમન ગિલ ઉભર્યો! શાનદાર સેન્ચુરી મારી… જુઓ વિડીયો

અહીં થી શેર કરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં શુભમન ગીલે સદી ફટકારીને પ્રભુત્વ જમાવ્યું હતું. ગિલે કારકિર્દીની આ બીજી સદી ફટકારી છે. ગિલે શાનદાર ફોર સાથે પોતાની સદી પૂરી કરી હતી.

શુભમન ગિલે 193 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની બીજી સદી છે. ખાસ વાત એ છે કે ગિલ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ત્રણ મહિનામાં 5મી સદી ફટકારી છે. આ પહેલા ગિલે ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી-20માં સદી ફટકારી હતી.

શુભમન ગિલે આ સદીની મદદથી હાલમાં ટેસ્ટમાં 863 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં જો તે લાંબી ઇનિંગ્સ રમે છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કરી શકે છે. જણાવી દઈએ કે ગિલ ભારત તરફથી વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન પણ છે. ગિલે તેની સદીની ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં 10 શાનદાર ચોગ્ગા અને 1 જબરદસ્ત છગ્ગો ફટકાર્યો છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *