કે.એલ. રાહુલ ડ્રોપ થયો ને શુભમન ટીમમાં આવ્યો! બંનેએ ડ્રેસિંગ રૂમમાં કર્યું આવું કે જોઈ સૂર્યકુમાર હસી પડ્યા…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. શુબમન ગિલ મેચ પહેલા કેએલ રાહુલને પણ મળ્યો હતો. જેનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મેચ પહેલા શુભમન ગિલ ડ્રેસિંગ રૂમમાં કેએલ રાહુલને મળ્યો હતો, બંનેએ હાથ મિલાવ્યા હતા અને લાંબા સમય સુધી કોફી માટે એકબીજા સાથે ચેટ કરી હતી, આ દરમિયાન સૂર્યકુમાર યાદવ પણ સ્થળ પર ઉભા હતા. જ્યાં ત્રણેય ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળ્યા હતા. યૂઝર્સ આ વીડિયો પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
“thankyou bro mughe replace karne ke lie”#IndvAus pic.twitter.com/LvNWxn5XR3
— आयुषी (@aayushi__09) March 1, 2023
જોકે કેએલ રાહુલના સ્થાને મેચમાં ઉતરેલા શુભમન ગિલ વધુ કંઈ કરી શક્યા ન હતા અને પ્રથમ દાવમાં માત્ર 21 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ગિલે 18 બોલમાં 21 રનની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ગિલને મેથ્યુ કુહમેને આઉટ કર્યો હતો.