ફરી એક વખત સ્ટેડિયમમાં બેઠેલા લોકોએ શુભમન ગિલને ચીડવ્યો! કહ્યું કે ‘હમારી ભાભી… જુઓ આ વિડીયો

અહીં થી શેર કરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારત હારની નજીક છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દાવમાં ભારત માત્ર 109 રન જ બનાવી શક્યું, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવ્યા અને 88 રનની લીડ મેળવી.

બીજી ઇનિંગમાં પણ ભારતીય ટીમ 163 રન જ બનાવી શકી હતી. હવે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે માત્ર 75 રનની જરૂર છે અને તેની 10 વિકેટ બાકી છે.

ભારતનો ઓપનર શુભમન ગિલ બંને ઇનિંગ્સમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો. ગિલે જ્યાં પ્રથમ દાવમાં 21 રન બનાવ્યા હતા ત્યાં બીજી ઈનિંગમાં તે માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. શુબમન ગિલને ચોથી અને અંતિમ ટેસ્ટમાં તક મળે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

બેટિંગમાં નિષ્ફળ રહ્યા બાદ જ્યારે શુભમન ગિલ મેદાનમાં આવ્યો તો ફેન્સે ફરી એકવાર તેનું આખું નામ લઈને તેને ચીડવવાનું શરૂ કર્યું. જો કે, હજુ સુધી એ મૂંઝવણ રહે છે કે શુબમન ગિલ સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે કે સારા અલી ખાનને.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *