કોલકત્તા નાઈટ રાઇડરસ પર લટકતી તલવાર! ટીમનો આ મુખ્ય ખિલાડી થયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, આઈપીએલ…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. આ મેચ દરમિયાન જ ભારત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય થયું હતું. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયાને પણ એક ખરાબ સમાચાર મળ્યા છે.ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો અને તે ODI શ્રેણીમાં પણ નહીં રમે. હવે સવાલ એ છે કે ઐયર ક્યારે પરત ફરશે. રોહિત શર્માએ મેચ બાદ આ વિશે ખુલાસો કર્યો હતો.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે પીઠના નીચેના ભાગમાં દુખાવાને કારણે ઐયર અત્યારે સારી સ્થિતિમાં દેખાતો નથી. જોકે રોહિતે સ્પષ્ટ કર્યું નથી કે ઐયર સ્પર્ધાત્મક ક્રિકેટમાં ક્યારે પરત ફરશે. ઓસ્ટ્રેલિયા સામે 17 માર્ચથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં અય્યરનું રમવું શંકાસ્પદ છે. તેના IPLમાં રમવા પર પણ શંકા છે. તે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે.
અય્યર ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો પરંતુ તે બેટિંગ કરવા ઉતરી શક્યો ન હતો. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને જ્યારે ઐયરની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, તેની સાથે જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે બેટિંગ કરવા માટે આખો દિવસ રાહ જોવી પડી અને પછી જ્યારે દિવસની રમત પૂરી થઈ ત્યારે તેની પીઠની સમસ્યા ફરી ઉભી થઈ. તેને સ્કેન માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. મને સ્કેનનો ચોક્કસ રિપોર્ટ ખબર નથી, પરંતુ લાગે છે કે તેની હાલત સારી નથી. આ જ કારણ છે કે તે અહીં નથી.
ભારતીય કેપ્ટને કહ્યું કે તેને ખબર નથી કે અય્યરને ફરીથી મેચ ફિટ થવામાં કેટલો સમય લાગશે. રોહિતે કહ્યું, અમને ખબર નથી કે તેને સ્વસ્થ થવામાં કેટલો સમય લાગશે અથવા તે ક્યારે પરત આવશે. જ્યારે તેની ઈજા સામે આવી ત્યારે તેની હાલત સારી હોવાનું જણાતું ન હતું. મને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને ફરીથી રમવાનું શરૂ કરશે.