ક્રિકેટ જગતમાં હાહાકાર! આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક જ ક્રિકેટમાથી સન્યાસ લઇ લીધો….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમના ડેશિંગ ખેલાડી શોન માર્શે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 39 વર્ષીય માર્શે આઈપીએલની પ્રથમ સિઝનમાં જ ધૂમ મચાવી હતી અને 616 રન બનાવ્યા હતા. તેની ઘરેલું ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે.
શૉન માર્શ શેફિલ્ડ શીલ્ડના ઇતિહાસમાં સૌથી સફળ ખેલાડીઓમાંનો એક છે. તેણે 183 ફર્સ્ટ ક્લાસ મેચમાં 12,000થી વધુ રન બનાવ્યા છે. તે ડાબોડી બેટ્સમેન હતો, જેના નામથી ઘણા બોલરો ધ્રૂજતા હતા. જ્યારે આ બેટ્સમેન ફોર્મમાં હતો ત્યારે તે બોલરો વિશે ઘણી માહિતી લેતો હતો.
ઓસ્ટ્રેલિયાના શોન માર્શે રાષ્ટ્રીય ટીમ માટે 38 ટેસ્ટમાં 34.31ની સરેરાશથી 2,265 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 10 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 182 રન છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં 126 મેચ રમી છે, 2008 થી 2019 સુધી ચાલેલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન માર્શે 5,000 થી વધુ રન બનાવ્યા અને 13 સદી ફટકારી.