દિલ્હી કેપિટલ્સના આ બેટ્સમેને PSL માં મચાવ્યું ગદ્દર! લગાવી દીધી સૌથી ફાસ્ટ સેન્ચુરી… જુઓ વિડીયો

અહીં થી શેર કરો

પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલ્તાન તરફથી રમતી વખતે દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રિલે રુસો ધૂમ મચાવી રહ્યો છે. રુસોએ પેશાવર જાલ્મી સામે 51 બોલમાં 121 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન રુસોએ PSL ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું કારનામું કર્યું હતું. તેણે માત્ર 41 બોલમાં તોફાની સદી પૂરી કરી હતી. આ રીતે રુસોએ PSLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો.

10 માર્ચે રાવલપિંડી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જ્યારે કેપ્ટન મોહમ્મદ રિઝવાન બીજી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો ત્યારે રિલે રુસો ક્રિઝ પર આવ્યો હતો. રૂસોએ માત્ર 17 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. PSLમાં આ સંયુક્ત સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ છે.

અડધી સદી પૂરી કર્યા પછી પણ રુસો રોકાયો નહીં અને 16મી ઓવરમાં આખા મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરીને તેની સૌથી ઝડપી સદી ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા પીએસએલની સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રૂસોના નામે હતો. તેણે PSL 2020માં ક્વેટા સામે 43 બોલમાં સદી ફટકારવાનું કારનામું કર્યું હતું.

ડાન્સ દ્વારા રુસાની સદીની ઉજવણી કરવાની સ્ટાઈલને પણ લોકોએ પસંદ કરી હતી, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. રૂસોની આ તોફાની સદીના આધારે મુલતાને 243 રનનો પહાડ જેવો ટાર્ગેટ પણ મેળવી લીધો હતો.મુલતાને 5 બોલ બાકી રહેતા 4 વિકેટે જીત મેળવી હતી.

આ સાથે મુલ્તાને PSLમાં સૌથી સફળ રન ચેઝ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. મુલતાનની આ જીતમાં રૂસોએ 51 બોલમાં 121 રન બનાવ્યા, જેમાં તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 8 છગ્ગા નીકળ્યા. તે જ સમયે, કિરોન પોલાર્ડે 25 બોલમાં 52 રન બનાવ્યા હતા.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *