બીમાર હતાં તેમ છતાં કોહલી મેચ રમ્યો? રોહિત શર્માએ જણાવી દીધી આખી હકીકત… લોકો ચોકી ગયા..
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે. આ સાથે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પણ બુક કરી લીધી છે. આ શ્રેણીની છેલ્લી મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સાથે જ વિરાટ કોહલીને 186 રનની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ વિરાટના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી ત્યારે તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. તે પોસ્ટમાં તેણે ખુલાસો કર્યો હતો કે વિરાટ કોહલી બીમાર હોવા છતાં આવી શાનદાર ઇનિંગ રમ્યો હતો. જોકે ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મામલે અલગ જવાબ આપ્યો છે.
રોહિત શર્માએ ચોથી ટેસ્ટ મેચ બાદ કહ્યું કે મને નથી લાગતું કે તે બીમાર છે. હા, તેને કફની સમસ્યા હતી. જો કે મને નથી લાગતું કે તેના કારણે તેની તબિયત વધુ ખરાબ હતી. બીજી તરફ વિરાટની શાનદાર બેટિંગ પર રોહિતે કહ્યું કે તેની ઈનિંગ શાનદાર હતી અને તેના પર કોઈ પ્રકારનું દબાણ નથી.