અરે બાપરે! પુજારા પર રોહિતનું ગજનું મોટીવેશન આવી ગયું હોં.. વિડીયો જોઈને હસવું આવશે… જુઓ વિડીયો
ટીમ ઈન્ડિયાને ત્રીજી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ભારતીય ટીમના ભરોસાપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ત્રીજી ટેસ્ટમાં બધાના દિલ જીતી લીધા હતા. જે મેચમાં કોઈ બેટ્સમેન રમ્યો ન હતો, ત્યાં પૂજારાએ 59 રનની ઈનિંગ રમીને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. ખાસ વાત એ છે કે પુજારાને ઈન્દોર ટેસ્ટ માટે એવો એવોર્ડ મળ્યો છે, જે કદાચ તેણે પોતે પણ વિચાર્યું નહીં હોય.
ચેતેશ્વર પૂજારાએ બીજી ઇનિંગમાં 59 રનની ઇનિંગ રમી હતી, જે દરમિયાન તેણે 5 શાનદાર ચોગ્ગા અને 1 જબરદસ્ત છગ્ગો ફટકાર્યો હતો. ખાસ વાત એ છે કે પૂજારાએ 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે, પરંતુ આ તેની કારકિર્દીની 16મી સિક્સર હતી. જેના માટે તેને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. કારણ કે પૂજારાનો આ સિક્સ 79 મીટર લાંબો હતો. પૂજારાએ ટીમને બીજા દાવમાં સારા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી પરંતુ અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો.
Rohit Sharma – Jake Pujara bol kya tuk tuk khel raha hai 🤣#INDvsAUSTest pic.twitter.com/0T6C4E3CxB
— Boxer Gurjeet Nain (@Gurjeet_Nain21) March 3, 2023
ચેતેશ્વર પુજારા સાવધાનીથી બેટિંગ કરી રહ્યો હતો, આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ ઈશાન કિશનને ઝડપી બેટિંગ કરવાનો સંદેશો મોકલ્યો, જે બાદ પૂજારાએ ગિયર બદલી નાખ્યું. પૂજારાએ નાથન લિયોનની બોલ પર શાનદાર સિક્સર ફટકારવા માટે તેના પગનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને ખુદ કેપ્ટન રોહિત શર્મા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પૂજારાના સિક્સર બાદ રોહિતની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ. ખાસ વાત એ છે કે પુજારાએ લાંબા સમય બાદ ટેસ્ટ મેચમાં સિક્સ ફટકારી છે.