રાજસ્થાન રોયલ્સના આ ખિલાડએ મચાવી દીધો તહેલકો! ફક્ત 23 બોલમાં મારી સેન્ચુરી… જાણો કોણ?
ગુવાહાટી પ્રીમિયર લીગ હાલમાં ભારતીય સ્થાનિક સર્કિટમાં ચાલી રહી છે. આ પ્રીમિયર લીગમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. ખાસ વાત એ છે કે આ લીગમાં રાજસ્થાન રોયલ્સનો સ્ટાર બેટ્સમેન રિયાન પરાગ પણ રમી રહ્યો છે. રિયાન પરાગ આ લીગમાંથી પોતાનું જૂનું ફોર્મ મેળવવા માંગે છે. પરાગ આ લીગમાં બડ ક્રિકેટ ક્લબનો એક ભાગ છે.
ગઈ કાલના એક દિવસ પહેલા એટલે કે 26 ફેબ્રુઆરીએ નવજ્યોતિ ક્લબ સામે રમતી વખતે રિયાન પરાગે ઐતિહાસિક ઈનિંગ રમી હતી, જેથી તે આઈપીએલ તેમજ ભારતીય ટીમમાં પસંદગી મેળવી શકે.
રિયાન પરાગની ટીમે નવજ્યોતિ ક્લબ સામે પ્રથમ બેટિંગ કરી હતી. બડ ક્રિકેટ ક્લબ તરફથી રિયાન પરાગને ચોથા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઇનિંગમાં રિયાન પરાગે 64 બોલમાં 6 ચોગ્ગા અને 17 છગ્ગાની મદદથી 148 રનની અજોડ ઇનિંગ રમી હતી.
પરાગની ઇનિંગના કારણે બડ ક્રિકેટ ક્લબે 20 ઓવરમાં 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં નવજ્યોતિ ક્લબ 183 રન જ બનાવી શકી હતી. નવજ્યોતિ ક્લબ તરફથી નિબિર ડેકાએ સૌથી વધુ રન બનાવ્યા, તેણે 34 બોલમાં 61 રનની ઝડપી ઇનિંગ રમી. પરંતુ આ સિવાય એક પણ બેટ્સમેન પોતાની તાકાત બતાવી શક્યો નહીં.