IPL ચાલુ થયા પહેલા જ RCB ને લાગ્યો મોટો ઝટકો ! આ સ્ટાર ખેલાડી થયો ટીમ થી બહાર..
IPL 2023 શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. આ પહેલા પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિલ જેક્સ ઈજાના કારણે IPLની 16મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ડિસેમ્બરમાં યોજાયેલી હરાજીમાં જેક્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 3.2 કરોડમાં ખરીદ્યો હતો. મિડલ ઓર્ડરમાં ગ્લેન મેક્સવેલના કવર તરીકે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સ્નાયુઓને ઈજા થઈ હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં સ્કેન અને નિષ્ણાત સાથે પરામર્શ બાદ તેને IPLમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ESPN ક્રિક ઇન્ફો અનુસાર, RCB જેક્સના સંભવિત સ્થાને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ સાથે વાતચીત કરી રહ્યું છે.
બ્રેસવેલ આ પહેલા ક્યારેય આઈપીએલમાં રમ્યો નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી હરાજી માટે તેણે તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા રાખી હતી, પરંતુ તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. RCB આગામી સિઝનની તેમની પ્રથમ મેચ 2 એપ્રિલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. મે 2019 પછી તેમના હોમ ગ્રાઉન્ડ પર આ તેમની પ્રથમ મેચ હશે.
જેક્સ ઉપરાંત ઈંગ્લેન્ડના અન્ય ખેલાડી રીસ ટોપલીને પણ આરસીબીએ ખરીદ્યો હતો. તે નાની ઈજાને કારણે બાંગ્લાદેશના મર્યાદિત ઓવરોના પ્રવાસ માટે બેન્ચ પર રહ્યો હતો. IPL સિઝન શરૂ થાય તે પહેલા તે ફિટ થઈ જશે તેવી આશા છે. જેક્સે તાજેતરમાં ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પાકિસ્તાનમાં ટી-20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને પછી બાંગ્લાદેશમાં તેની વનડે ડેબ્યૂ કરી.