રવીન્દ્ર જાડેજાએ રચી દીધો આ મોટો ઇતિહાસ! બીજો એવો પ્લેયર બન્યો જેણે…. જાણો પુરી વાત…
રવીન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન અને 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ મેચ પહેલા જાડેજાના નામે 499 આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, જાડેજાએ ત્રણેય ફોર્મેટમાં રમાયેલી 298 મેચોની 347 ઇનિંગ્સમાં 500 વિકેટ ઝડપી છે.
ઈન્દોરઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડની વિકેટ લીધા બાદ રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન અને 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ મેચ પહેલા જાડેજાના નામે 499 આંતરરાષ્ટ્રીય વિકેટ હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, જાડેજાએ ત્રણેય ફોર્મેટમાં રમાયેલી 298 મેચોની 347 ઇનિંગ્સમાં 500 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે બેટિંગમાં ત્રણેય ફોર્મેટ સહિત 241 ઇનિંગ્સમાં 5527 રન બનાવ્યા છે.
ઈન્ટરનેશનલ મેચોમાં ભારત તરફથી 5000થી વધુ રન અને 500 વિકેટ લેવાની સિદ્ધિ માત્ર કપિલ દેવ જ કરી શક્યા છે. આજે ટેસ્ટ મેચના પહેલા દિવસે જાડેજાએ ટ્રેવિસ હેડને એલબીડબલ્યુ આઉટ કરતાની સાથે જ આ ખાસ રેકોર્ડ તેના નામે નોંધાયો હતો. વિરાટ કોહલી પણ ઈન્દોર ટેસ્ટમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. આ મેચમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ઈન્ટરનેશનલ મેચોમાં કેચ પકડવાના મામલે ‘ટ્રિપલ સેન્ચ્યુરી’ બનાવી શકે છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કોહલીએ અત્યાર સુધી 299 કેચ પકડ્યા છે અને એક કેચ પકડીને તે 300 કેચ લેનારો બીજો ભારતીય અને વિશ્વનો સાતમો ખેલાડી બની જશે.
આજની મેચની વાત કરીએ તો બુધવારે ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 109 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત માટે માત્ર વિરાટ કોહલી (22) અને શુભમન ગિલ (21) જ 20 રનનો આંકડો પાર કરી શક્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ કુહનેમેને પાંચ અને નાથન લિયોને ત્રણ વિકેટ ઝડપી હતી.