વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજા પેહલા દેખાતો આવો ! તસવીરો જોઈ તમે ઓળખી પણ નહીં શકો..જુઓ તસ્વીર

અહીં થી શેર કરો

હાલ દેશમાં કયો એવો વ્યક્તિ હશે જે રવિન્દ્ર જાડેજાને નહીં ઓળખતો હોય. ઇન્જરી બાદ ધમાકેદાર કમબેક કરનાર રવિન્દ્ર જાડેજા હાલ ટેસ્ટના નંબર વન ઓલરાઉન્ડરનો હોદ્દો ધરાવે છે. હાલ ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં રવિન્દ્ર જાડેજાએ ખુબ સારું એવું પ્રદર્શન કરીને ભારતને જીતવામા મદદ કરી હતી. બે મેચોમાં બે પ્લેયર ઓફ ધ મેચ મેળવનાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના વખાણ કરો એટલા ઓછા છે.

રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતા હોય છે અને એક્ટિવ પણ રહેતા હોય છે. આ બીજી ટેસ્ટ પૂર્ણ થયા બાદ જ તેઓએ એક ખુબ જબરી મજાક કરી હતી જેમાં તેઓએ ઓસ્ટ્રેલિયાના બોલર નેથન લાયનને ચોવીસ કલાક માટે ફોલો કર્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ અપલોડ કરી હતી. આજ અમે રવિન્દ્ર જાડેજાની અમુક નાનપણની તસવીરો બતાવવાના છીએ જેને તમે હોય.

વર્ષ 2008માં વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં જાડેજા 10 વિકેટ ઝડપીને બધાનું દિલ જીતી લીધું અને ભારત આ ટૂર્નામેન્ટમાં વિજયી રહ્યો. અને ત્યારથી જ રવિદ્ર સિંહ જાડેજાના ક્રિકેટ કરીયરની ધૂંઆધાર શરૂઆત થઈ ગઈ. 17 એપ્રિલ 2016 માં રવિન્દ્ર જાડેજાએ રિવાબા સાથે લગ્ન કર્યા. રિવાબા અત્યારે રાજનીતિમાં જોડાઈ ગયા છે,સાથે એક સામાજિક કાર્યકર પણ છે.

રવિન્દ્ર અને રિવાબાને નીધ્યાયા નામની એક પુત્રી પણ છે. જાડેજાના શોખની વાત કરીએ તો, રવિન્દ્ર જાડેજાને કાર કલેક્શનનો ખૂબજ શોખ છે. જાડેજા પાસે બે ઓડી કાર છે અને તેમને 2016માં તેમના સસરા દ્વારા ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટ કરવામાં આવી હતી. જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ 4 માળનો એક રોયલ બંગ્લો બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરનું નામ “શ્રીલતા” રાખ્યું છે. શ્રીલતા તેમના માતાનું નામ છે.

જાડેજાએ પોતાના આ રોયલ બંગ્લોમાં એક જીમ પણ બનાવ્યું છે અને સાથે જ પ્રેક્ટિસ માટે તેમના બંગ્લોની પાછળ એક ગાર્ડન પણ બનાવ્યો છે. આ સિવાય ઘરમાં રજવાડી સ્ટાઈલના સોફા અને ખુરશીઓ તેમજ ફર્નિચર અને સાથે જ એન્ટિક વસ્તુઓ પણ છે. જાડેજાએ પોતાની ટ્રોફી અને અવોર્ડ્સ માટે એક ખાસ રૂમ પણ બનાવ્યો છે.

રવિન્દ્ર જાડેજાને ઘોડેસવારી અને તલવારબાજીનો પણ ખૂબ શોખ છે. સર જાડેજા પાસે 6થી વધુ જાતના ઘોડા છે અને તેમણે પોતાના હાથ પર ઘોડાનું ટેટુ પણ ચિતરાવ્યું છે. રવિન્દ્ર જાડેજાએ રાજકોટના એક પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફિલ્ડ નામથી એક રેસ્ટોરન્ટ પણ બનાવી છે. આ રેસ્ટોરન્ટની મુલાકાતે ધોની સહિતના ક્રિકેટર્સ પણ આવી ચૂક્યા છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *