આટલા આલીશાન લગ્ન હતા રવિન્દ્ર જાડેજાના ! લગ્નની આ ખાસ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોઈ…જુઓ આ તસવીરો
ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન સર રવિન્દ્ર જાડેજા આજે કોઈ પરિચયની જરૂર નથી. રવિન્દ્ર જાડેજાએ પોતાની મહેનતથી પોતાનું નામ બનાવ્યું છે. તેણે રીવાબા સાથે લગ્ન કર્યા છે. રીવાબા જાડેજા પણ એક મોટું નામ છે, તેઓ રાજકારણ અને સમાજ સેવામાં અગ્રેસર છે. રવીન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરના રહેવાસી છે.

થોડા દિવસો પહેલા જ રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્નની વર્ષગાંઠ હતી, જેના પર વિશ્વભરના ચાહકોએ પણ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત, જ્યારે રિવાબા તેમના ઘરે આવતા તમામ શુભ પ્રસંગોમાં સેવા કાર્ય કરે છે, ત્યારે તેમણે આ 6ઠ્ઠી લગ્નની વર્ષગાંઠ પર પણ હૃદયસ્પર્શી કાર્ય કર્યું હતું.
રીવાબા જાડેજા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને પોતાના કામની સાથે અંગત જીવનની કેટલીક વાતો શેર કરે છે. તેણે લગ્નની વર્ષગાંઠ પર પતિ રવિન્દ્ર જાડેજા સાથેની તસવીરો પણ શેર કરી છે. પરંતુ આ તસવીરો હાલની નથી પરંતુ તેમના લગ્ન સમયની છે.
રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગ તથા બેટિંગથી ટિમ ઇન્ડિયા તથા ભારતના લોકોના દિલો પર રાજ કરવા લાગ્યા છે. હાલમાં જ શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતું. કેટલા મહિનાની ઇન્જરી બાદ મેદાન પર દેખાયેલ રવિન્દ્ર જાડેજા હાલ ધાકડ ફોર્મમાં છે.
રવિન્દ્ર જાડેજા જયારે ઈન્જર્ડ થયા ત્યારે સૌ કોઈને લાગી રહ્યું હતું કે કદાચ હવે તે ટિમ ઇન્ડિયામાં કમબેક નહીં કરી શકે પરંતુ આ ખિલાડીએ દરેકની સંભાવનાને ખોટી પાડીને ટિમ ઇન્ડિયામાં અદભુત કમબેક કર્યું હતું. આવું કમબેક જોઈને લોકો પણ બોલી ઉઠ્યાં હતા કે ભગવાન જીવનમાં બધાને આવું કમબેક આપવું જોઈએ.
રવિન્દ્ર જાડેજા અનેક વખત પોતાના સોશિયલ મીડિયા પર પોતાની પત્ની રીવાબા સાથે વિડીયો તથા ફોટો શેર કરતા હોય છે જે લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવતા જ હોય છે અને સાથે સાથે લોકો તેના પર ખુબ વધારે પ્રેમ પણ વરસાવતા હોય છે. એવામાં રવિન્દ્ર જાડેજાના લગ્નની આ ખાસ તસવીરો તમને કેવી લાગી જરૂર જણાવજો.