ચારણ સમાજનું ગૌરવ શ્રી ભરતદાન ગઢવીનું થયું દુઃખ નિધન! તેમની એક ઈચ્છા અધુરી રહી ગઈ જે કોઈ પુરી નહીં કરી શકે…..

અહીં થી શેર કરો

ગુજરાતી કલાજગત માટે હાલમાં ખૂબ જ દુઃખ દાયક ઘટના બની છે, જેના લીધે કલાજગતમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. કાલનો દિવસ જાણે સંગીતના સૂર વિલિન થઈ ગયા અને ગીતોના શબ્દો જાણે વિખરાઈ ગયા. વાત જાણે એમ છે કે, લોકપ્રિય ગાયક કલાકાર ભરતદાન ગઢવી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધનથી ગાયક કલાકારોમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જીવનનાં દ્વારે મુત્યુ ક્યારે આવીને ઊભો રહી જાય છે એ કોઈ નથી જાણતું. હાલમાં જ એવું જ ભરતદાન ગજવી સાથે પણ એવું જ બન્યું. કહેવાય છે કે મોત ક્યારેય પૂછીને નથી આવતું. વાત જાણે એમ છે કે, 3 મેના રોજ ભગડુધામ ખાતે મા મોગલનો 22મો પાટોત્સવ અંતર્ગત યોજાયેલ ભજન સંતવાણીમાં ભરતદાન ગઢવી પોતાના સુરીલા કંઠે લોકોને ભજન અને ગુજરાતી સાહિત્યનું રસપાન કરાવવાના હતા.

ભગવાનને જે ગમ્યું એ થયું. ભગુડા ધામમાં તેમની હાજરી સદાય ખટકશે! ખરેખર તેમને પોતાના જીવનના અંત સુધી સંગીતને નથી છોડ્યું. કચ્છની ધરતીના જન્મેલા ચારણ સમાજનું ગૌરવ જેને સદાય ચારણી સાહિત્યનું ઉજળું નામ હતા અને સંસ્કૃતિને ઉજાગર કરી છે, ત્યારે આજે સમાજમાથી તેમની અણધારી વિદાય થી મોટી ખોટ વર્તાય છે. જે ક્યારેય પણ કોઈ પુરી નહીં કરી શકે અને સૌથી મોટી ઈચ્છા અધૂરી જ રહી ગઈ તેમના ચાહકોની કે, તેઓ ભગુડાધામમાં હાજરી નાં આપી શક્યા.

તેમના નિધન વિશે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ભરતદાન ગઢવી ઘણા સમયથી બીમાર હતા અને જેના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમના નિધનથી પરિવારજનોમાં અને ચાહક વર્ગ તેમજ કલા જગતમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે. આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ કે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે અને તેઓ આપણી સમક્ષ સદાય તેમના સુરીલા ભજનો થકી સદાય આપણા હૈયામાં જીવંત રહેશે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.