નિવૃત્તિ લીધી પણ બળ એટલું જ તે! પોલાર્ડએ લગાવ્યા આ ફાસ્ટર બોલર સામે લાંબા લાંબા સિક્સ.. જુઓ વિડીયો
પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સ વિ મુલતાન સુલતાન્સ વચ્ચેની પ્લેઓફ મેચમાં મુલતાન સુલતાન્સે જીત મેળવી હતી. મુલતાનની જીતમાં કીરોન પોલાર્ડની મોટી ભૂમિકા હતી.
પોલાર્ડે મેચમાં 57 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 જબરદસ્ત સિક્સર ફટકારી હતી. કિરોન પોલાર્ડે હરિસ રૌફના 145 સ્પીડ બાઉન્સર પર સિક્સર ફટકારી હતી. તેનો આ સિક્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રથમ બેટિંગ કરતા મુલ્તાન સુલ્તાને 160 રન બનાવ્યા હતા જેમાં પોલાર્ડનું સૌથી મહત્વનું યોગદાન હતું. કિરોન પોલાર્ડે 34 બોલમાં 56 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી, જેમાં તેણે 1 શાનદાર ફોર અને 6 જબરદસ્ત સિક્સર ફટકારી હતી. પોલાર્ડની બેટિંગ જોઈને મેદાનમાં હાજર પ્રેક્ષકો ઉત્સાહથી ભરાઈ ગયા હતા.
Pollard, the beast vs Rauf & Shaheen. pic.twitter.com/LaePFvuMLe
— Johns. (@CricCrazyJohns) March 15, 2023
પ્લેઓફ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુલતાન સુલ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. જેમાં પોલાર્ડે 56 અને કેપ્ટન મોહમ્મદ રિઝવાને 33 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં લાહોર કલંદર્સની ટીમે શરણાગતિ સ્વીકારી હતી.