શાહીન આફ્રિદી બિગ મેન પોલાર્ડ સાથે ફિલ્ડ પર ભીડી ગયો! એવુ એવુ કહી દીધું કે.. જુઓ વિડીયો
પાકિસ્તાન સુપર લીગની પ્રથમ ક્વોલિફાયર મેચ બુધવારે 15 માર્ચે રમાઈ હતી. લોહાર કલંદર અને મુલતાન સુલ્તાન વચ્ચે રમાયેલી આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મેચમાં લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદી અને મુલતાન સુલ્તાનના બેટ્સમેન કિરોન પોલાર્ડ સાથે ટકરાયા હતા. બંને વચ્ચેના આ ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં પોલાર્ડે મુલતાન સુલ્તાન માટે શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
શાહીન આફ્રિદી અને પોલાર્ડ વચ્ચેની આ બોલાચાલીમાં તમે જોઈ શકો છો કે શાહીન આફ્રિદી તેના રનઅપ પર પાછા ફરતી વખતે કિરોન પોલાર્ડને કંઈક કહે છે, જેના જવાબમાં પોલાર્ડ પણ તેને કંઈક કહેતો જોવા મળે છે. આ પછી, શાહીન આફ્રિદી રોકાઈ જાય છે અને પોલાર્ડને કંઈક કહે છે અને બંને વચ્ચે થોડીવાર સુધી દલીલ થઈ હતી, પછી શાહીન આફ્રિદી કંઈક કહીને પાછો જાય છે. જો કે મામલો આનાથી આગળ વધતો નથી.
આ મેચમાં પોલાર્ડે પોતાની ટીમ મુલ્તાન સુલ્તાન માટે શાનદાર ઇનિંગ રમી હતી. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા પોલાર્ડે 34 બોલમાં 57 રન બનાવ્યા હતા, જેમાં તેણે 1 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 167.65 હતો. પોલાર્ડ 11મી ઓવરમાં બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો, જ્યારે તેની ટીમે 70 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. તેણે પોતાની શાનદાર ઇનિંગ્સ વડે ટીમને 20 ઓવરમાં 160/5 રન સુધી પહોંચાડી હતી.
Peak pic.twitter.com/7xp8GwZG7q
— RIZWAN STAN | ms!!! (@rizzyxshaddyy) March 15, 2023
ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરનાર મુલ્તાન સુલ્તાન્સે મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા મુલતાન સુલ્તાન્સે 20 ઓવરમાં 5 વિકેટે 160 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન લાહોર કલંદર 14.3 ઓવરમાં માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.