રિષભ પંત થઇ રહ્યો છે ઠીક! આ ખાસ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી ને લખ્યું… જુઓ વિડીયો

અહીં થી શેર કરો

ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેના ચાહકોને તેની તબિયત વિશે જાણકારી આપી છે. પંત હાલમાં ઘરે સ્વસ્થ છે. માર્ગ અકસ્માતનો ભોગ બન્યા બાદ ઋષભ પંત મુંબઈની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં રિષભ પંત સ્વિમિંગ પૂલમાં વોક કરતો જોવા મળી રહ્યો છે.

રિષભ પંતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પૂલમાં લાકડીની મદદથી ધીમે-ધીમે ચાલી રહ્યો છે. પંતે રોડ એક્સિડન્ટ પછી પહેલીવાર ચાલતા ચાલતા આ વીડિયો શેર કર્યો છે. તેની પીઠ પર બળવાના નિશાન પણ સ્પષ્ટ દેખાય છે.

પંતે તાજેતરમાં જ તેમના સમર્થન માટે ચાહકોનો આભાર માન્યો હતો અને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. કાર અકસ્માતને કારણે પંત ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ અને પછી આગામી IPL 2023માં રમી શક્યો નથી.

 

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

તેણે પોતાની એક પોસ્ટમાં કહ્યું કે તે આગળના પડકારો માટે તૈયાર છે. પંતે કહ્યું, ‘હું અત્યારે એકદમ સ્વસ્થ છું અને મારી રિકવરી સાથે થોડી સારી પ્રગતિ કરી રહ્યો છું. આશા છે કે ભગવાનની કૃપા અને મેડિકલ ટીમના સહયોગથી હું જલ્દી જ સંપૂર્ણ રીતે ફિટ થઈ જઈશ.”


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *