નવસારી : ગામ મા એક સાથે ચાર અર્થી ઉઠતા આખુ ગામ હીબેક ચડયું ! સુરત થઈ લગ્ન ની ખરીદી કરી…

અહીં થી શેર કરો

રાજ્ય મા અકસ્તમાતોની ઘટના ઓ મા સતત વધારો થતો જાય છે ત્યાર ગઈ કાલે એક ભયંકર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા પટેલ પરિવારના પાંચ સભ્યો ના કરુણ મોત નિપજ્યા હતા જેમા એક જ પરિવાર ના ચાર સભ્યો હતા જ્યારે એક અન્ય સબંધી વ્યક્તિ નુ મોત આ અક્સમાત ની ઘટના મા થયુ હતુ ત્યારે આજે સમરોલી ગામે એકસાથે ચાર મૃતકની સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ હીબકે ચડ્યું હતું.

આગામી મહિના મા ઘરે દીકરીના લગ્ન હોવાથી ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જ્યારે પરત ફરતી વખતે નવસારીના કસ્બા ધોળાપીપળા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા ફુલ ઝડપે આવતુ કંટેનર ઈક્કો કાર સાથે અથડાયુ હતુ અને બાદ કંટેનર કાર ની માથે પડતા કાર પુરેપુરી દબાઈ ગઈ હતી જેમા કુલ પાંચ લોકો ના મોત નિપજ્યા હતા.

આ ઘટના મા જે દીકરી ના લગ્ન હતા તેનાં માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનાં મોત થયાં હતાં. અને આ ઘટના ની જાણ થતા ની સાથે જ સ્થાનીક લોકો મદદે પહોંચી ગયા હતા સાથે નવસારી ના કલેક્ટર, કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ અને એ.પી સહીત નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સાથે ફાયર બ્રિગેડ ની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહો ને બહાર કાઢ્યા હતા. અક્સમાત એટલો ભયાનક હતો કે મૃતદેહ બહાર કાઢવા માટે ગેસ કટર નો સહારો લેવામા આવ્યો હતો અને કલાંકો ની જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા હતા.

આ અકસ્તમાત બાદ આજે સવારે ચીખલીના સમરોલી ગામ ચાર મૃતકની સ્મશાનયાત્રા એક સાથે નીકળતા આખુ ગામ હીબકે ચડયુ હતુ અને આ અંતીમ યાત્રા મા કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ સહીત અન્ય આગેવાનો જોડાયા હતા. જે ઘરે લગ્ન ના ગીત ગવાવા ના હતા ત્યા રુદન નો કાળો કેર જોવા મળ્યો જ્યારે આ અક્સમાત ની ઘટના મા એક યુવાન કે જેનુ નામ દિપ પટેલ છે જેનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે રોનક કાંતિ પટેલ (ઉં. 22 વર્ષ) મનીષા ઉર્ફે મંશાબેન મુકેશ પટેલ (ઉં. 42 વર્ષ) પ્રફુલ લાલુભાઈ પટેલ (કારચાલક) (ઉં. 50 વર્ષ) મીનાક્ષી પ્રફુલ પટેલ (ઉં. 42 વર્ષ) શિવ ઉર્ફે રિદ્ધિશ પ્રફુલભાઈ પટેલ (ઉં.18 વર્ષ) ના મોત થયા હતા.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.