ગાંધીનગરનાં રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક ગાડી સ્લીપ થય જતા વિચિત્ર અક્સમાત મા પટેલ દંપતિનુ કમકમાટીભર્યુ મોત નીપજ્યું
હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં દિવસે ને દિવસે અનેક રોડ અકસ્તમાતના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની જેના વિશે જાણીને તમારું હૈયું પણ દ્રવી ઉઠશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગાંધીનગરનાં રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક ગાડી સ્લીપ થય જતા વિચિત્ર અક્સમાત મા પટેલ દંપતિનુ કમકમાટીભર્યુ મોત નીપજ્યું. આ ઘટના વિશે વધારે માહિતી મેળવીએ કે, કંઈ રીતે આ દુઃખદ ઘટના બની.
સૂત્ર દ્વારા જાણવા મુજબ મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ખુશ્બુ ગુજરાત કી હોટલમાં પરિવારજનો સાથે જમવા આવેલ દંપતીનું બસ સ્ટેન્ડ નજીક જ્યુપિટર સ્લીપ ખાઈ જતાં બન્નેનું ઘટના સ્થળે દુઃખ નિધન થયેલ. દુઃખની વાત એ છે કે, આ ઘટના કારણે આઠ વર્ષના એકના એક પુત્રએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.આ ઘટના વિશે વધારે માહિતી આપીએ તો અમદાવાદ શહેરના કોટેશ્વર શ્વેદ પરિષદ સોસાયટીમાં રહેતા ભૌમિકભાઈ જીતુભાઈ પટેલ કાર એસેસરીઝનો વ્યવસાય કરતા હતા.
ગઈકાલે પરિવાર સાથે ભૌમિક ભાઈ તેમના સાળાના ઘરે ગયા હતા. આ દરમિયાન જ જ્યારે તેઓ રસ્તામાં હોટેલમાં જમવા ગયા ત્યારે આ દુઃખ ઘટના બની ગઈ.જ્યારે જમી લીધું ત્યાર બાદ આઠ વર્ષીય પુત્ર નિત્ય તેના મામાની કારમાં બેઠો હતો. જ્યારે ભૌમિક ભાઈ અને તેમના પત્ની મિત્તલબેન જ્યુપિટર લઈને રક્ષા શક્તિ સર્કલ થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. એ વખતે રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક અચાનક જ કોઈ જાનવર રસ્તામાં દોડી આવતા ભૌમિકભાઈએ જ્યુપિટર પરનો કાબુ ગુમાવી દીધો હતો.
આ અકસ્માતમાં બન્નેને ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રાહદારીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બીજી તરફ તેમનો સાળો કાર લઈને મોટેરા સુધી પહોંચી ગયો હતો. અને તેણે ભૌમિક ભાઈને કેટલે સુધી પહોંચ્યા પૂછવા માટે ફોન લગાવ્યો હતો, ત્યારે અજાણી વ્યક્તિ ફોન ઉઠાવીને આ દુઃખ ઘટના અંગે જણાવેલ ત્યારે તેઓ શોકમાં મુકાઈ ગયા. અકસ્માત સ્થળે એકઠી થયેલી ભીડનાં કહેવા મુજબ અચાનક રસ્તામાં વાંદરો દોડીને આવી ચઢતાં ભૌમિકભાઈએ વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેમાં કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.