હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલી સાથે એવુ કર્યું કે તમામ ફેન્સ ભડકી ઉઠ્યા! જુઓ આ વિડીયો… એવુ તો શું કર્યું?
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેટ્સમેન વિરાટ કોહલી સાથે કંઈક એવું કર્યું જેની આકરી ટીકા થઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે હાર્દિક પંડ્યાને ODI ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.
હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પંડ્યા લાઈવ મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે ગેરવર્તન કરતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન 21મી ઓવર કરી રહ્યો હતો. આ દરમિયાન તે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સાથે ઉભા રહીને મેદાન ગોઠવી રહ્યો હતો. ફિલ્ડ સેટ કરતી વખતે વિરાટે પંડ્યાને સૂચન કર્યું, પરંતુ પંડ્યાએ વિરાટની વાતને નજરઅંદાજ કરી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પંડ્યાની આ હરકત જોઈને વિરાટ પણ ઘણો ગુસ્સે થયો અને કંઈક કહીને ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટનાનો વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
— CricAddaa (@cricadda) March 17, 2023
ટીમ ઈન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા સામે શ્રેણી રમી હતી. આ દરમિયાન વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. વાયરલ વીડિયો ગુવાહાટી વનડે મેચ દરમિયાનનો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિકેટ પડી ગયા બાદ ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીની અવગણના કરી અને તેની સાથે હાથ પણ મિલાવ્યો નહીં.