ટી-20 વર્લ્ડ કપ 2022માં કિંગ કોહલીએ જેને જુકાવી દીધો એજ બોલરે કર્યો આવો દાવો ! જુઓ શું કહ્યું કોહલી વિશે….
પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમનું બેટ જોરદાર બોલે છે. પરંતુ હવે પાકિસ્તાનના એક બોલરે બાબર આઝમને પડકાર ફેંક્યો છે. જ્યારે તેણે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો હરિસ રઉફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં હારીસ રઉફ મજેદાર અંદાજમાં બાબર આઝમને આઉટ કરવાની ચેલેન્જ આપતા જોવા મળે છે. આ જ વીડિયોમાં હરિસ કહેતો જોવા મળી રહ્યો છે કે વિરાટ કોહલીની અને તમારી વિકેટ લેવાની બાકી છે, જ્યારે તે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને બે-ત્રણ વખત મિસ કરી ચૂક્યો છે.
🗣️ Interesting Conversation between Babar Azam & Haris Rauf 🔊#sochnabemanahai #HBLPSL8 #QalandarHum #QalandarsCity #LQvPZ pic.twitter.com/qRpPUtz04J
— Lahore Qalandars (@lahoreqalandars) February 26, 2023
જણાવી દઈએ કે બંને વચ્ચેની આ વાતચીત પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ બાદ થઈ હતી. આ દરમિયાન બાબર આઝમે મજાકમાં હરિસ રઉફને કહ્યું કે તે પ્રેક્ટિસ સેશનમાં કેટલી વખત આઉટ થયો છે તેની ગણતરી કરી શકે છે, જેના પર હરિસે કહ્યું કે મેચમેકરની ગણતરી ન કરવી જોઈએ. બંને વચ્ચેની આ વાતચીત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.