દુબઈ થી સુરત પહોંચતાની સાથે જ ખજુરભાઈ એ કર્યુ મોટુ કામ ! આ વખતે સુરત ના સ્વામિનારાયણ સંસ્થા…

અહીં થી શેર કરો

માનવ સેવા એજ પ્રભુ સેવા! આ માત્ર એક વાત નથી પરંતુ માનવ જીવનનું સૌથી પુણ્યશાળી કર્મ છે. કહેવાય છે ને કે જ્યારે તમે કોઈ સારું કામ કરો તો આપમેળે ઈશ્વર તમારી પડખે ઊભીને તમારા કાર્યને પરિપૂર્ણ કરે છે. બીજાના ભલા માટે તમે કરેલ કામમાં ભગવાન સાથે જ હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ખજૂર ભાઈ! આપણે સૌ કોઈ જાણીએ છે કે ખજૂર ભાઈ હાલમાં લોકસેવાની જ્યોત જલાવી છે.

આ જ્યોત દ્વારા અનેક લોકોનું જીવન ઉજ્જવળ બન્યું છે. હાલમાં જ ખજુરભાઈ અને તેમની ટીમ 200 ઘર બનાવવાની ખુશી મનાવવા માટે દુબઈના પ્રવાસે ગયેલ. આ પ્રવાસની તમામ યાદગાર પળો તેમને સોશિયલ મીડિયામાં શેર કરેલી. સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રવાસમાં તેમના ટીમના દરેક સભ્યો પણ સાથે હતા જેમના માટે દુબઇ પ્રવાસ તો એક સ્વપ્નું જ હતું.

દુબઇ પ્રવાસ દરમિયાન ખજૂરભાઈ સાથે ખૂબ જ હદયસ્પર્શી ઘટના ઘટી કારણ કે, દુબઈમાં અડધી રાત્રે ખજૂરભાઈને મળવા તેમનો નાનો એવો ચાહક મળવા આવેલ. આ બાળક હેન્ડી કેપ હતો પરંતુ તેને કે કહ્યું એ ખરેખર આજના દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ સમાન છે. આ બાળકે ખજૂરભાઈને 500 દીનાર એટલે કે 10 હજાર રૂપિયા આપ્યા નિટીનભાઈના સારા કામ માટે અને ખજૂરભાઈ આ પૈસા રાજીખુશી સ્વીકાર્યા કારણ કે સેવામાં મળેલ રકમ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન હોય તો તેનું ફળ ભગવાન સરખું જ આપે.

આ બાળકે જ્યારે ખજૂરભાઈને તેમના સેવાકાર્ય બદલ 500 દીનાર આપ્યા છે, ત્યારે દુબઇ થી પરત આવેલ ખજૂરભાને સુરતમાં વેડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા 2.5 લાખ રૂપિયા સદ્દકાર્યો માટે આવ્યા છે. જે ખજૂરભાઈ લોકોની સેવા કરી રહ્યા છે, તેં કામથી પ્રેરાયણે સંતો દ્વારા ખજૂરભાઈએ આ રકમ આપી છે, જેથી કરીને તેઓ વધુ લોકોની સેવા કરી શકે. ખજૂરભાઈ આ પળનો વીડિયો ઇન્સ્ટમાં મુક્યો છે, જેમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ મંદિરમાં અને સાધુ સંતોના આર્શિવાદ લીધા અને ત્યારબાદ સૌનું અભિવાદન કર્યું અને સ્વામીજીનાં હસ્તે રકમનો ચેક સ્વીકાર્યો


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.