ક્રિકેટમાં બનેલી આવી ઘટના તમે નહીં જોય હોય! ન્યુઝીલેન્ડ-લંકા ની ટેસ્ટ મેચમાં આવ્યું વાવાજોડું… જુઓ વિડીયો

અહીં થી શેર કરો

કેન વિલિયમસને પ્રથમ ટેસ્ટમાં અણનમ સદી ફટકારીને ન્યૂઝીલેન્ડને શ્રીલંકા સામે રોમાંચક જીત અપાવી હતી. આ હારને કારણે શ્રીલંકાની ટીમ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ (NZ vs SL 2જી ટેસ્ટ) શુક્રવારથી વેલિંગ્ટનમાં શરૂ થઈ રહી છે. પહેલા દિવસે તોફાન અને વરસાદના કારણે માત્ર 48 ઓવરની જ મેચ થઈ શકી હતી. રમતના અંતે યજમાન ન્યુઝીલેન્ડે 2 વિકેટે 155 રન બનાવી લીધા હતા. વિલિયમસન 26 અને હેનરી નિકોલ્સ 18 રન બનાવીને રમી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Spark Sport (@sparknzsport)

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વેલિંગ્ટનમાં ચાલી રહેલી બીજી ટેસ્ટના પહેલા દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તોફાન અને વરસાદને કારણે બેટિંગ કરી રહેલો કેન વિલિયમસન ભાગતો જોવા મળે છે. મેદાનમાં રાખેલા હેલ્મેટ અને ચશ્મા પણ પવનને કારણે દૂર જાય છે. અમ્પાયરોની કેપ પણ ઉડી જાય છે. જેના કારણે રમત બંધ કરવી પડી હતી.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *