જીવને જોખમમાં મુકીને આ મહિલા ક્રિકેટરે પકડ્યો ખુબ અદ્ભુત કેચ ! હવામાં સુપરમેનની જેમ જ….જુઓ વિડીયો

અહીં થી શેર કરો

9મી માર્ચે શાનદાર મેચ રમાઈ હતી. DY પાટિલ સ્ટેડિયમ, મુંબઈ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (DC vs MI) વચ્ચે રમાઈ. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ખરાબ રીતે હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી.

બોલિંગ અને બેટિંગ બંનેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દિલ્હી કેપિટલ્સની ટીમ કરતાં ઘણી મજબૂત દેખાતી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની આખી ટીમ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટે આસાનીથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં દિલ્હી માટે માત્ર એક જ વસ્તુ યાદગાર રહી અને તે હતો જેમિમાહ રોડ્રિગ્સનો કેચ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હી પર એકતરફી જીત મેળવી હતી.દિલ્હી કેપિટલ્સના કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે તેના માટે ખૂબ જ ખરાબ સાબિત થયું. દિલ્હીનો એક પણ બેટ્સમેન ચાલી શક્યો નહોતો. આખી ટીમ 103 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

104 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત જોઈને એવું લાગી રહ્યું હતું. દિલ્હીની ટીમને વિકેટ લેવા માટે કોઈ ચમત્કાર કરવો પડશે. અને તે ચમત્કાર જેમિમા રોડ્રિગ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક બેટ્સમેન હેલી મેથ્યુઝે એલિસ કેપ્સીની બોલ પર સિક્સર મારવા માટે હવામાં શોટ કર્યો. બોલને હવામાં જોઈને, જેમિમાહ રોડ્રિગ્સ બોલ તરફ ઝડપથી દોડવા લાગી, બોલને પોતાનાથી દૂર લઈ તેણે બોલ તરફ ડાઈવ કરીને કેચ પૂરો કર્યો. જેમિમાની આ શાનદાર ફિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *