બેટ્સમેન છે કે જાદુગર? આ વિદેશી પ્લેયરે PSL માં કોહરામ મચાવી દીધો, આટલા બોલમાં કરી સેન્ચુરી…. IPL માં આ ટિમ
ઇંગ્લેન્ડના ડેશિંગ ઓપનર જેસન રોયે પાકિસ્તાન સુપર લીગમાં ધમાકેદાર ઇનિંગ રમી છે. રોયની રેકોર્ડબ્રેક ઇનિંગ્સના આધારે તેની ટીમે PSLમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જમણા હાથના બેટ્સમેન જેસન રોયે 230 રનના સ્ટ્રાઈક રેટથી રમેલી ઈનિંગ્સે બાબર આઝમની સદીની ઈનિંગ્સને પલટી નાખી હતી. ક્વેટા ગ્લેડીયેટર્સે 10 બોલ બાકી રહેતા 241 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. PSLના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા પીછો કરવામાં આવેલો આ સૌથી મોટો સ્કોર છે.
કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાબરની સદીના આધારે પેશાવર ઝાલ્મીએ 2 વિકેટે 240 રન બનાવ્યા હતા. જમણા હાથના બેટ્સમેન બાબરે 65 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 115 રન બનાવ્યા હતા. ઓપનર શ્યામ અયુબે 34 બોલમાં 74 રન બનાવ્યા હતા. રોવમેન પોવેલ 18 બોલમાં 35 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બાબરની ટી20 કારકિર્દીની આ આઠમી સદી છે.
પેશાવર ઝાલ્મીએ આપેલા 241 રનના ટાર્ગેટનો પીછો કરતા ક્વેટા ગ્લેડીયેટર્સે 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા અને મેચ 8 વિકેટે જીતી લીધી. વિસ્ફોટક ઓપનર જેસન રોયે 63 બોલમાં 20 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 145 રન બનાવ્યા હતા. મોહમ્મદ હફીઝે 18 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા જ્યારે વિલ સમીદે 26 અને માર્ટીલ ગુપ્ટિલ 8 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
આ પહેલા પાકિસ્તાન સુપર લીગમાં 207 રનનો સ્કોર ચેઝ કરવામાં આવ્યો હતો જે સૌથી મોટો હતો. મુલતાન સુલ્તાનની ટીમે ગયા વર્ષે એટલે કે 2022માં લાહોર કલંદર સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. ટી20 ક્રિકેટમાં આ ચોથો સૌથી મોટો રન ચેઝ છે. પેશાવર ઝાલ્મી સામે રમાયેલી ઈનિંગ્સ પાકિસ્તાન સુપર લીગમાં કોઈપણ ખેલાડીની સૌથી મોટી ઈનિંગ્સ છે. અગાઉ, વર્ષ 2019 માં, કોલિન ઇન્ગ્રામે કરાચી કિંગ્સ માટે ક્વેટા ગ્લેડીયેટર્સ સામે 127 રનની ઇનિંગ રમી હતી. જેસન રોયને તેની તોફાની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.