મજબૂત સ્થિતિમાં દેખાતી ઓસ્ટેલિયાઈ ટીમનું ઢાળિયું થઇ ગયું! ફક્ત આટલા રનમાં ઓલઆઉટ… જાણો

અહીં થી શેર કરો

ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પીચ પર વિકેટોનો ધમધમાટ છે, જે બેટ્સમેનો માટે અનુકૂળ હોવાનું કહેવાય છે.

ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પીચ પર વિકેટોનો ધમધમાટ છે, જે બેટ્સમેનો માટે અનુકૂળ હોવાનું કહેવાય છે. પ્રથમ દિવસે ભારતીય ટીમની વિકેટોનો ધમધમાટ જોવા મળ્યો હતો. જે પ્રથમ દાવમાં 109 રનમાં સમેટાઈ ગઈ હતી. તો તે જ દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં કુલ 11 રનમાં તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી. અને તે 197 રન બનાવવામાં સફળ રહી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ દાવના આધારે 88 રનની લીડ મળી છે. રમતના બીજા દિવસે અશ્વિન અને ઉમેશે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. અને જાડેજાએ રમતના પ્રથમ દિવસે કુલ 4 વિકેટ ઝડપી હતી. અને ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તે પોતાની કારકિર્દીની 21મી અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. તેના સિવાય માર્નસ લાબુશેને 31 રન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે 26 રન બનાવ્યા હતા. કેમેરોન ગ્રીન માત્ર 21 અને પીટર હેન્ડ્સકોમ્બ 19 રન જ ઉમેરી શક્યા હતા.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *