ફરી એક વખત બાપુનો શિકાર થયો સ્ટીવ સ્મિથ! એવી રીતે આઉટ થયો કે ગુસ્સેથી લાલચોળ.. જુઓ વિડીયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા ઓપનર ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી.
ટ્રેવિસ હેડના આઉટ થયા બાદ નંબર-1 ટેસ્ટ બેટ્સમેન માર્નસ લાબુશેન સસ્તામાં આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. શમીએ 3 રનના અંગત સ્કોર પર લબુશેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ઉસ્માન ખ્વાજાને સપોર્ટ કરવા આવેલા સ્મિથે સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને 150થી આગળ લઈ ગયું. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી થઈ હતી.
GONEEEEE!
A sensational delivery by @imjadeja sends Steve Smith back to the pavilion. #TeamIndia strike! 🔥Tune-in to LIVE action in the Mastercard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar! #BelieveInBlue #TestByFire #Cricket pic.twitter.com/YAydx9gYYW
— Star Sports (@StarSportsIndia) March 9, 2023
એક સમયે એવું લાગતું હતું કે સ્મિથ અને ખ્વાજા તેમની ભાગીદારીને 100 સુધી લઈ જશે, પરંતુ રવિન્દ્ર જાડેજાના એક શાનદાર બોલે આ ભાગીદારીને તોડી નાખી. 64મી ઓવરનો ચોથો બોલ શોર્ટ હતો જે એન્ગલ સાથે અંદર આવ્યો હતો.આના પર સ્મિથ બોલને રોકવા માટે બેકફૂટ પર ગયો હતો પરંતુ બોલ અંદરની કિનારી સાથે પેડને સ્પર્શતા સ્ટમ્પને અથડાયો હતો.આ રીતે સ્ટીવ સ્મિથ અમદાવાદ ટેસ્ટનો પ્રથમ દાવ 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.