રોહિત શર્માએ મેદાનમાં ઈશાન કિશનના માધ્યમથી પોહચાડ્યો આ સંદેશો! જુઓ શું કહ્યું…

અહીં થી શેર કરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરના મેદાન પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાની 9 વિકેટ બીજા દિવસના ત્રીજા સેશનમાં 155 રનમાં પડી ગઈ હતી. ખાસ વાત એ છે કે ચેતેશ્વર પુજારા સિવાય કોઈ બેટ્સમેન મેદાન પર લાંબો સમય ટકી શક્યો નહોતો. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા બેટ્સમેનોથી નારાજ થઈ ગયો. બેટ્સમેનોને રક્ષણાત્મક રમતા જોઈને રોહિત શર્મા તરત જ એક્શનમાં આવી ગયો હતો. તેણે ઈશાન કિશનને મેસેન્જર તરીકે મેદાનમાં મોકલ્યો હતો.

આ દ્રશ્ય 52મી ઓવર પછી જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાની 7 વિકેટ 144 રનમાં પડી ગઈ હતી. પૂજારા 52 અને અક્ષર પટેલ 3 રન બનાવીને રમી રહ્યા હતા. આવી સ્થિતિમાં, કેપ્ટન રોહિત બંને બેટ્સમેનોની બેટિંગ અભિગમથી ખુશ નહોતો. તેણે હાથના ઈશારાથી ઈશાન કિશનને પોતાની પાસે બોલાવ્યો. ઈશાન તેની પાસે બેઠો ત્યારે તેણે તેને કંઈક સમજાવ્યું અને પછી તેને મેદાનમાં મોકલી દીધો.

ઈશાને કેપ્ટનનો સંદેશો પહોંચાડવામાં મોડું ન કર્યું. તે આગલી જ ઓવરમાં હાથમાં પાણીની બોટલ લઈને દોડ્યો અને સીધો પૂજારા પાસે ગયો. તેણે પૂજારાને ડિફેન્સિવ ક્રિકેટ ન રમવાનો સંદેશ આપ્યો હતો. તેમણે અક્ષર પટેલને પણ આવો જ સંદેશો આપ્યો હતો. આ પછી પૂજારાએ સિક્સર ફટકારી હતી. આ નજારો જોઈને કેપ્ટન બહુ ખુશ થઈ ગયો.

જોકે, પૂજારા વધુ સમય મેદાન પર ટકી શક્યો નહોતો અને 57મી ઓવર સુધી આઉટ થઈ ગયો હતો. પૂજારાને નાથન લિયોને સ્ટીવ સ્મિથના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે 142 બોલમાં કુલ 59 રન બનાવ્યા હતા. જેમાં 5 ફોર-1 સિક્સ સામેલ હતી. આ પછી ઉમેશ યાદવ પણ શૂન્ય પર આઉટ થયો હતો. જોકે અક્ષર પટેલ અંત સુધી મેદાનમાં રહ્યો હતો. તેણે 39 બોલમાં 1 સિક્સર ફટકારીને અણનમ 15 રન બનાવ્યા હતા.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *