અરે બાપરે! ઈરફાન પઠાણે લગાવી દીધી આટલી મોટી સિક્સ કે બોલ સ્ટેન્ડમાં નહિ પણ… જુઓ વિડીયો
આ વર્ષે કતારના દોહામાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગઈકાલે ઈન્ડિયા મહારાજાની છેલ્લી મેચ વર્લ્ડ જાયન્ટ સામે રમાઈ હતી, જેમાં ઈન્ડિયા મહારાજાને વર્લ્ડ જાયન્ટના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભલે ઈન્ડિયા મહારાજાને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઈરફાન પઠાણના સિક્સરે બધાના દિલ જીતી લીધા હતા.
ઈરફાન પઠાણે 25 રનની ઇનિંગ રમી હતી
બુધવારે રમાયેલી મેચમાં ઈન્ડિયા મહારાજાના કેપ્ટન હરભજન સિંહ ટોસ જીતી શક્યા નહોતા, જેના કારણે વર્લ્ડ જાયન્ટના કેપ્ટને ઈન્ડિયા મહારાજાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારત મહારાજાની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે 20 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી.
Pathan power! 💥
(📹: @LLCT20) #LLCT20 #LLCMasters pic.twitter.com/LpFlatoDjA
— ESPNcricinfo (@ESPNcricinfo) March 16, 2023
બુધવારે રમાયેલી મેચમાં ભારત મહારાજા મેચ જીતી શકી ન હતી પરંતુ સુરેશ રૈના અને ઈરફાન પઠાણની ભાગીદારીએ બધાના દિલ જીતી લીધા હતા. આ ભાગીદારી વચ્ચે, પ્રથમ ઇનિંગ્સની 15મી ઓવરના ત્રીજા બોલ પર, ઇરફાન પઠાણે ટીનો બેસ્ટની બોલ પર લાંબી સિક્સર ફટકારી, જેની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ઈરફાન પઠાણે પોતાની ઈનિંગમાં 2 સિક્સ અને 1 ફોર ફટકારી હતી.