શું થશે હવે? ભારત પોહચી શકશે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં?ભારતને કરવો પડશે હવે આ કારનામો…
ઈન્દોર ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે.ઈંદોરમાં મળેલી હાર બાદ હવે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે અમદાવાદ ટેસ્ટ મેચ જીતવી પડશે. તે જ રીતે, જો શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહે છે, તો ભારતે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. તે જ સમયે, ભારતીય ટીમ ઈચ્છશે કે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકાને ટેસ્ટ શ્રેણીમાં હરાવશે અથવા ટેસ્ટ શ્રેણી ડ્રો કરે. અથવા ન્યુઝીલેન્ડે શ્રીલંકાને બેમાંથી એક ટેસ્ટ મેચમાં હરાવવું જોઈએ. જે ભારત માટે ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખોલશે.
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હવે શ્રીલંકા પણ ફાઇનલમાં પહોંચવાની રેસમાં જોડાઈ ગયું છે. પરંતુ શ્રીલંકાની ટીમે કોઈપણ સંજોગોમાં પોતાની બંને ટેસ્ટ મેચ જીતવી પડશે.
જો શ્રીલંકાને ફાઇનલમાં સ્થાન બનાવવું હોય તો તેણે ન્યુઝીલેન્ડ સામેની બંને ટેસ્ટ મેચ જીતવી પડશે અને આશા રાખવી પડશે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરશે અથવા ટીમ ઇન્ડિયા તે ટેસ્ટ મેચ પણ હારી જશે. આવી સ્થિતિમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચશે.