પુરૂષની RCB ટિમ જેવો જ હાલ છે મહિલા RCB ટીમનો! મુંબઈ સામે મળી આટલી મોટી હાર… જાણો
મુંબઈમાં રમાઈ રહેલી વિમેન્સ પ્રીમિયર લીગમાં દરરોજ ઘણી રોમાંચક મેચો રમાઈ રહી છે. આ એપિસોડમાં સોમવારે મોડી સાંજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં હરમનપ્રીત કૌરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સ્મૃતિ મંધાનાની ટીમને 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે બીજી મેચમાં પણ આરસીબીની હારનો સિલસિલો સમાપ્ત થયો ન હતો.
બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને તમામ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. જવાબમાં, મુંબઈએ હેલી મેથ્યુઝ (77*) અને નેટ સાયવર (55*)ની ઇનિંગ્સને કારણે 15મી ઓવરમાં આ સરળ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પહેલા રમતા બેંગ્લોરે 43ના સ્કોર પર સોફી ડેવાઇન, સ્મૃતિ મંધાના, દિશા કેસેટ અને હીથર નાઈટની વિકેટ ગુમાવી દીધી હતી. પડતી વિકેટો વચ્ચે રિચા ઘોષ, કનિકા આહુજા અને શ્રેયંકા પાટીલે ટૂંકી ઇનિંગ્સ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. સ્મૃતિએ આ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર સારી શરૂઆત કરી હતી પરંતુ તે તેને આગળ લઈ શકી ન હતી અને 23 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
આ નાના ટાર્ગેટનો પીછો કરતા હેલી મેથ્યુઝે કોઈ કસર છોડી ન હતી અને વિરોધી બોલરોને ખૂબ પછાડ્યા હતા.તેણે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 38 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 77 રન બનાવ્યા હતા. તેને નેટ સાયવર દ્વારા પણ યોગ્ય સમર્થન મળ્યું જેણે પણ 55 રન બનાવ્યા અને મેચ 14.2 ઓવરમાં પૂરી કરી.