ફરી એક વખત વરરાજો બન્યો હાર્દિક પંડ્યા! પેહલા હિન્દૂ રિતિરિવાજ અનુસાર તો હવે… જુઓ લગ્નની આ ખાસ તસવીરો
છેલ્લા થોડાક દિવસથી જો વાત કરવામાં આવે તો હાલ અનેક ક્રિકેટરો તથા બોલવીડુંના સુપરસ્ટારો લગ્ન સબંધે બંધાય રહ્યા છે. પેહલા કે. એલ. રાહુલ અને આથીયા શેટ્ટી એ બાદ સિદ્ધાર્થ અને કિયારા જેવા મોટા મોટા સુપરસ્ટારોના લગ્ન થયા હતા.
એવામાં હાલ સોશિયલ મીડિયા તથા સમાચારોમાં પણ હાર્દિક પંડ્યા વિશેની વાત આગની જેમ ફેલાય હતી કે ભારતીય ટીમના કેપ્ટન ફરી વખત તેમની પત્ની નતાશા સાથે જ લગ્ન કરવાના છે, આ સંભાવના સાચી પડી છે કારણ કે થોદાક સમય પેહલા જ હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની લગ્નની તસવીરો શેર કરી છે.
ભારતીય T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ મંગળવારે વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કર્યા હતા. હાર્દિક અને નતાશાએ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ હવે બંનેએ ભવ્ય લગ્ન કર્યા છે. આ દંપતીને અગસ્ત્ય નામનો પુત્ર પણ છે.
લગ્નમાં નતાશા સફેદ ડ્રેસ અને હાર્દિક સૂટમાં જોવા મળી હતી. આ દરમિયાન હાર્દિક-નતાશા સાથે કૃણાલ પંડ્યા અને પંખુરી શર્મા પણ હાજર હતા. હાર્દિક અને નતાશાએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
હાર્દિક અને નતાશાએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા હાર્દિકે લખ્યું- અમે ત્રણ વર્ષ પહેલા લીધેલા વચનને પુનરાવર્તિત કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડે ઉજવ્યો. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારો પરિવાર અને મિત્રો અમારી સાથે છે તે માટે અમે ખરેખર આશીર્વાદિત છીએ.
ભારતીય ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન પણ ઉદયપુરમાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્નમાં હાજર છે. ઈશાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેલોની તસવીર શેર કરી છે. તેમજ લખાયેલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોમેન્ટેટર અને એન્કર જતીન સપ્રુ પણ ઉદયપુર પહોંચી ગયા છે. તે હાર્દિક પંડ્યાના લગ્નમાં પણ હાજરી આપી શકે છે.