ટિમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર એવા હાર્દિક પંડ્યા પાસે છે આટલી આલીશાન કારો ! એકથી એક લકઝરી…જુઓ આ તસવીરો
ટીમ ઈન્ડિયા એક એવો ઓલરાઉન્ડર છે જે પોતાના ક્રિકેટ સિવાય મોંઘી ઘડિયાળો અને મોંઘા કપડાના શોખને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મોંઘી ઘડિયાળો અને કપડા સિવાય હાર્દિક પંડ્યાને લક્ઝરી કારનો પણ શોખ છે અને આ શોખને કારણે તેની પાસે લક્ઝરી કારનું ખાસ કલેક્શન પણ છે.
હાર્દિક પંડ્યાની માલિકીની કારમાં લેમ્બોર્ગિનીથી લઈને રોલ્સ રોયસ સુધીની કારના નામ સામેલ છે. અહીં તમે હાર્દિકની માલિકીની કારની સંપૂર્ણ વિગતો જાણી શકશો.
હાર્દિક પંડ્યાના કાર કલેક્શનમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ છે, જે એક ફરતા લક્ઝરી રૂમ જેવી છે. રોલ્સ રોયસ વિશ્વની સૌથી મોંઘી કારમાંથી એક છે. હાર્દિક પંડ્યા પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ છે જેની કિંમત રૂ. 6.95 કરોડથી રૂ. 7.95 લાખ સુધીની છે. રોલ્સ રોયલ ઘોસ્ટની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે અને તે 4.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
હાર્દિક પંડ્યાના કાર કલેક્શનમાં બીજી સૌથી મોંઘી કાર લેમ્બોર્ગિની હુરાકન ઇવો સુપર સ્પોર્ટ્સ છે જેની કિંમત રૂ. 3.71 કરોડથી રૂ. 4.99 કરોડની વચ્ચે છે. આ સ્પોર્ટ્સ કાર માત્ર 3.4 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે.
હાર્દિક પંડ્યાના કાર કલેક્શનમાં ત્રીજી કાર મર્સિડીઝ જી વેગન છે જેની કિંમત 1.72 કરોડ રૂપિયા છે. આ SUV 4.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરે છે.
હાર્દિક પંડ્યાની ચોથી કાર Audi A6 છે જે મિડ રેન્જ પ્રીમિયમ સેડાન છે. આ કારની કિંમત 61.60 લાખ રૂપિયાથી લઈને 66.26 લાખ રૂપિયા સુધીની છે. સેડાન 6.8 સેકન્ડમાં 0 થી 100 kmph સુધીની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 250 kmph છે.હાર્દિક પંડ્યા પાસે જીપ કંપાસ છે અને તેણે 2017માં તેના સ્વર્ગસ્થ પિતા હિમાંશુ પંડ્યાને SUV ભેટમાં આપી હતી.
આ SUVની કિંમત 21.09 લાખ રૂપિયાથી લઈને 31.29 લાખ રૂપિયા સુધીની છે. આ SUV 10.89 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરે છે.