હરભજન સિંહની થઇ ગઈ પીટાઈ! જુઓ વિડીયો કોણે કરી? જુઓ વિડીયો
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ હાલમાં કતારમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. હરભજન સિંહ સિવાય, અન્ય ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને સબ ઈન્ડિયા મહારાજા ટીમનો ભાગ છે.
ગૌતમ ગંભીરની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા મહારાજા અત્યાર સુધી સારી ક્રિકેટ રમી છે. લેજેન્ડ્સ લીગ ક્રિકેટ સિવાય ભજ્જી મેદાનની બહાર પણ સ્ટેમિના બતાવતો જોવા મળે છે. હાલમાં હરભજન સિંહ કતારમાં પોતાના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે. આ મસ્તીનો વીડિયો હરભજન સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં શેર કર્યો છે, જે જોતાની સાથે જ વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં હરભજન સિંહ તેના બાળપણના મિત્ર અને પૂર્વ ક્રિકેટર રિતેન્દર સિંહ સોઢી સાથે રેસ અને લડાઈ કરતો જોવા મળી રહ્યો છે.
— Cricket Updates (@Cricket23002283) March 15, 2023
વીડિયોમાં હરભજન અને રિતેન્દ્ર સિંહ વચ્ચે કુસ્તીની મેચ શરૂ થઈ હતી. જેમાં ભજ્જીએ સોઢીને હરાવ્યા હતા. રિતેન્દ્ર સિંહની હાર બાદ હરભજન સિંહ અને અન્ય મિત્ર વચ્ચે બીજી રેસ થઈ હતી, જેમાં હરભજન સિંહ પણ જીત્યો હતો. ભજ્જીએ ડાઇવિંગ કરીને જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે હરભજન સિંહ હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.