અરર..આ શું બનાવી દીધું ? ગુજરાત ટાઈટન્સની નવી જર્સી આવી સામે ! જર્સી જોઈ ફેંસ ભડક્યા…જુઓ જર્સીનો ફોટો
ગુજરાત ટાઇટન્સે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે તેમની જર્સીનું અનાવરણ કર્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી આ ટીમે પોતાની જર્સીમાં માત્ર એક સ્ટારનો સમાવેશ કર્યો છે. નવી જર્સી કેવી હશે તે અંગે ચાહકોમાં ઉત્સુકતા હતી અને જ્યારે નવી જર્સી બહાર આવી તો ટીમ ટ્રોલ થઈ ગઈ.
સિઝન 15 એ ગુજરાત ટાઇટન્સની પ્રથમ IPL સિઝન હતી. આ ફ્રેન્ચાઈઝીએ મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીને પોતાનો કેપ્ટન બનાવ્યો, આ નિર્ણય ટીમ માટે સાચો સાબિત થયો. ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. સિઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ મેચથી થશે. આ મેચ 31 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Gujarat Titans jersey for IPL 2023. pic.twitter.com/0ncDVmB2eO
— Johns. (@CricCrazyJohns) March 9, 2023
ગુરુવારે, 9 માર્ચે ગુજરાતે તેની નવી જર્સી લોન્ચ કરી, જેની સોશિયલ મીડિયા પર ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જર્સીમાં કંઈ બદલાયું નથી, માત્ર એક સ્ટાર ઉમેરવામાં આવ્યો છે. આ જર્સી આવતા જ ચાહકોએ ટીમને ટ્રોલ કરી હતી. ચાલો પહેલા ગુજરાતની નવી જર્સી જોઈએ અને પછી જોઈએ કે ચાહકો દ્વારા કેવા પ્રકારના મીમ્સ શેર કરવામાં આવ્યા.