ક્રિસ ગેલનો ક્રિકેટમાં ધડાકો! આ દિગ્ગજ બોલરને ધોય નાખ્યો, એટલી બધી સિક્સ મારી કે.. જુઓ વિડીયો
દોહામાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં સોમવારે એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો ડેશિંગ પ્લેયર ક્રિસ ગેલ ફરી એકવાર પોતાના જૂના ફોર્મમાં જોવા મળ્યો. તેણે ભલે 23 રનની ઇનિંગ રમી હોય પરંતુ તેના શોટ્સથી બધાને ચોંકાવી દીધા. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો અને એશિયા લાયન્સે તેની ટીમ વર્લ્ડ જાયન્ટ્સને રોમાંચક મેચમાં હરાવ્યું હતું.
વાસ્તવમાં દોહામાં વરસાદને કારણે એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહેલી મેચને 10 ઓવરની કરવામાં આવી હતી. આનાથી મેચમાં વધુ રોમાંચ વધી ગયો. મેચમાં ટોસ જીત્યા બાદ એશિયા લાયન્સે મિસ્બાહ-ઉલ-હકના 19 બોલમાં 44 અને દિલશાનના 24 બોલમાં 32 રનની મદદથી પ્રથમ બોલમાં 99 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા વર્લ્ડ જાયન્ટ્સના ડેશિંગ ખેલાડી ક્રિસ ગેલે ઓપનિંગ કરી બોલરની હાલત ખરાબ કરી દીધી હતી.
Always entertaining to see the universal BOSS in action.@henrygayle @visitqatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #ALvsWG pic.twitter.com/44L6CsobfZ
— Legends League Cricket (@llct20) March 13, 2023
વાસ્તવમાં, ક્રિસ ગેલે મેચમાં ચોથી ઓવર નાખવા આવેલા તિલકરત્ને દિલશાન પર હુમલો કરવાનું વિચાર્યું અને પહેલા ત્રણ બોલમાં સિક્સરની હેટ્રિક ફટકારી. ગેઈલે દિલશાનનો પહેલો બોલ મિડ-વિકેટ સ્ટેન્ડ તરફ લઈ ગયો અને બીજા બોલ પર તેણે લોંગ-ઓન સ્ટેન્ડ પર બીજી સિક્સર ફટકારી. ત્રીજી બોલ પર તેણે ત્રીજી છગ્ગા માટે લોંગ-ઓન સ્ટેન્ડમાં તેને વધુ શક્તિશાળી રીતે ફટકાર્યો.