ગાંધીનગર: GMERS મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ હોસ્ટલ પરથી ઝંપલાવી મૌતને વ્હાલું કર્યું….સુસાઈડ નોટમાં લખ્યું કે…

અહીં થી શેર કરો

ગુજરાતમાં હાલ આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. એવામાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કોઈના કોઈ એવો આત્મહત્યાનો બનાવ સામે આવતા જ હોય છે. હજી થોડા દિવસ પેહલા જ એક દીકરીનો આત્મહત્યાનો બનાવ સામે આવ્યો હતો અને હવે આ બનાવ સામે આવ્યો છે જેમાં ગાંધીનગરની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ હોસ્ટેલ પરથી ઝંપલાવીને દુનિયાને અલવિદા કહ્યું હતું.

આ ઘટના ગાંધીનગરના GMERS મેડીકલ કોલેજ ગર્લ્સ હોસ્ટેલની છે જ્યાં આસ્થા સંજયભાઈ પંચાસર(ઉ.વ.૨૦) હોસ્ટેલમાં રૂમ નંબર ૯૦૨માં રેહતી હતી એવામાં આજે સવારે આસ્થાએ હોસ્ટેલની અગાશી પર જઈને ત્યાંથી કુદીને મૌતને વ્હાલું કયું હતું. જણાવી દઈએ કે આસ્થાને કોલેજના બીજા વર્ષમાં એટીકેટી આવી હતી જેથી તે હાલ આ એટીકેટી સોલ્વ કરવાની પરીક્ષા આપી હતી, એટલું જ નહી જાણવા મળ્યું છે કે ગઈ કાલનું પેપર આસ્થાને ખરાબ ગયું હતું જેની વાત તેણે પોતાના દાદા સાથે કરી હતી.

આ ઘટનાની જાણ થતા હોસ્ટેલના વિધાર્થી અને સેક્ટર-૭ના પીએસઆઈ દીપક પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે આસ્થાએ હોસ્ટેલના નવમાં માળેથી ઝંપલાવી દીધું હતું. આ મૃતક યુવતીના રૂમમાં મથી એક સુસાઇડ નોટ પણ મળી આવ્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે ‘મમ્મી પપ્પા સોરી, ભણવાના લીધે પગલું આ પગલું ભરું છુ. હું જાઉં છુ.’

હાલ તો મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે અને આગળની તપાસ શરુ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવતીના માતા-પિતા યુએઈમાં રહે છે જ્યારે સેક્ટર-૫બી માં તેના કાકા-કાકી અને દાદા વસંતભાઈ રહે છે. આસ્થાએ NRI ક્વોટરમાં એડમીશન લીધું હતું. હજી ૧૪ એપ્રિલે જ આ યુવતીનો જન્મદિવસ ગયો હતો જેના બીજા જ દિવસે તેને પરીક્ષામાં એટીકેટી આવી હતી અને તેની હાલ પરીક્ષા આપી રહી હતી


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.